ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. ઇસ્લામ
  3. રમજાન
Written By
Last Modified: મંગળવાર, 21 માર્ચ 2023 (16:47 IST)

Ramadan 2023: રમઝાનનો પવિત્ર મહિનો શરૂ થવા જઈ રહ્યો છે, ક્યારે રાખવામાં આવશે ઉપવાસ, જાણો ચોક્કસ તારીખ 23 કે 24 માર્ચ

Ramadan 2023: રમઝાનનો પવિત્ર મહિનો શરૂ થવા જઈ રહ્યો છે, ક્યારે રાખવામાં આવશે ઉપવાસ, જાણો ચોક્કસ તારીખ 23 કે 24 માર્ચ સાથે જાણો રોઝાના નિયમોના વિશે 
 
Ramadan 2023: રમઝાનનો પવિત્ર મહિનો શરૂ થવા જઈ રહ્યો છે, ઈસ્લામિક કેલેંડરની માનીએ તો રમઝાન 30 દિવસ સુધી ચાલે છે અને આ મહીનો પવિત્ર મહીનો છે. મુસ્લિમ સમાજના લોકોને રમઝાનના આખિ વર્ષ આતુરતાથી રાહ જુએ છે. આ પવિત્ર માસની શરૂઆત ચંદ્રના દર્શનથી થાય છે અને લોકો ઉપવાસ રાખે છે. આ વખતે ઉપવાસની તારીખને લઈને થોડી શંકા છે, ઉપવાસ 22 કે 23 માર્ચથી રાખવામાં આવશે. રમઝાનને ઈબાદતનો મહિનો પણ કહેવામાં આવે છે.
 
રમઝાન ક્યારેથી શરૂ 22 કે 23 માર્ચ 
એવુ માનવામાં આવે છે કે મુસ્લિમ સમાજમાં માહે શાબાનના પૂરા થતા આ પવિત્ર માસની શરૂઆત ચંદ્રના દર્શનથી થાય છે. આ વર્ષે જો શાબાનનુ મહીનો 29 દિવસનો થયુ 
 
હોય તો પ્રથમ રોઝા 22 માર્ચને રખાશે. પણ જો 22 માર્ચને ચાંદ જો નહીં જોવા મળે તો 23 માર્ચથી રમઝાન શરૂ થશે અને પ્રથમ રોઝા 23 માર્ચે રાખવામાં આવશે. રમઝાન મહિનો કઈ તારીખથી શરૂ થશે તેની પુષ્ટિ 21 માર્ચે જ થશે. 
 
રોઝાના કડક નિયમોનું પાલન કરો
રોજેદારોએ કડક નિયમોનું પાલન કરવું પડશે.
રોજેદાર એટલે ઉપવાસ રાખનારા.
તમે સેહરીથી લઈને ઈફ્તારી સુધી કોઈ પણ વસ્તુનું સેવન કરી શકતા નથી.
ખરાબ ટેવો પણ છોડવી પડશે.
ઉપવાસ દરમિયાન મનમાં ખરાબ વિચાર ન આવવા જોઈએ, તેને આંખ, કાન અને જીભનો રોઝા કહેવાય છે.
જો તમે ઉપવાસ કરી રહ્યા હોવ અને તમે તમારા દાંતમાં ફસાયેલ ખોરાક ગળી લો તો તમારું રોઝા તૂટી જશે.