ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , બુધવાર, 30 માર્ચ 2022 (14:23 IST)

રમઝાન પહેલા સૌથી મોંઘુ વેચાયુ ઊંટ, 14 કરોડના આ ઉંટની શુ છે વિશેષતા જાણી લો

ઇસ્લામનો પવિત્ર મહિનો રમઝાન શરૂ થવાનો છે. આ પહેલા પણ સાઉદી અરેબિયામાં આટલી મોંઘી કિંમતે એક ઊંટ વેચાયો છે, જેના વિશે જાણીને તમારા હોશ ઉડી જશે. આ ઊંટની કિંમત જાણીને તમે મોંમા આંગળા નાખી જશો. તે વિશ્વનું સૌથી મોંઘુ ઊંટ હોવાનું કહેવાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ઊંટ માટે 70 લાખ સાઉદી રિયાલ એટલે કે લગભગ 14 કરોડ 23 લાખ રૂપિયાની બોલી લગાવવામાં આવી છે.
 
14 કરોડ રૂપિયામાં વેચાયું ઉંટ
ગલ્ફ ન્યૂઝના રિપોર્ટ અનુસાર, આ ઉંટ માટે સઉદી અરબમાં સાર્વજનિક હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. હરાજીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. તેમાં પારંપરિક પોશાક પહેરેલો એક શખસ માઈક્રોફોન મારફતે હરાજીમાં બોલી લગાવતો જોવા મળી શકે છે.

 
ઉલ્લેખનીય છે કે ઉંટની શરૂઆતની બોલી 50 લાખ સાઉદી રિયાલ એટલે કે લગભગ 10 કરોડ 16 લાખ રૂપિયા રાખવામાં આવી હતી. ત્યારબાદ તેની બોલી 7 મિલિયન સઉદી રિયાલની બોલી પર ફાઇનલ કરવામાં આવી હતી. જો કે આટલી ઊંચી બોલી લગાવીને ઈંટ કોણે ખરીદ્યો તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઈંટને ધાતુના વાડામાં રાખવામાં આવ્યો છે ત્યારબાદ 7 મિલિયન સઉદી રિયાલની હરાજી પર તેની હરાજી ફાઈનલ કરી નાંખવામાં આવી. જોકે, આટલી ઉંચી હરાજી લગાવીને ઉંટ ખરીદનાર શખસનો ખુલાસો કરવામાં આવ્યો નથી
 
ઉંટની વિશેષતા જાણીને ચોંકી જશો 
 
સઉદી અરબમાં આટલા મોંઘી કિંમતની હરજી કરવામાં આવેલું ઉંટ દુનિયાના દુર્લભ ઉંટોમાંથી એક માનવામાં આવે છે. આ ઊંટ તેની ખાસ સુંદરતા અને વિશિષ્ટતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. દુનિયામાં આ પ્રજાતિના ઉંટ ખૂબ જ ઓછા છે. આપણે સૌ જાણીએ છીએ કે ઉંટ સઉદી અરબના લોકોના જીવનમાં ભાગેદાર થાય છે. ઈદના દિવસે સઉદી અરબમાં ઉંટોની બલિ ચઢાવવામાં આવે છે. સઉદી અરબમાં વિશ્વનો સૌથી મોટો કેમલ મેળો પણ લાગે છે.