શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 3 એપ્રિલ 2017 (18:09 IST)

ગુજરાતમાં સૌરાષ્ટ્રના શૂરવીર શહિદોની સ્મૃતિ રૂપે સચવાયેલ ભૂચર મોરી

સૌરાષ્ટની ધીંગી ધરતી સંતો મહંતો જોગી-જતીઓ, સતીઓ અને રણશૂરા રાજપૂતોની કર્મભૂમિ તરીકે ઉન્નત મસ્તકે ઉભી છે. આજે આ સ્થળને ગુજરાત સરકાર દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. આ વનમાં 50 કરતાં વધુ જાતના 72 હજાર રોપા રોપાયેલ છે. રાજ્યમાં લોકોને વૃક્ષ ઉછેર માટે પ્રેરીત કરવા ચાર રાજ્ય કક્ષાના વન મહોત્સવ અને 29 જિલ્લાના વન મહોત્સવ યોજાયેલ છે, જેમાં આશરે 1.12 લાખ લોકોએ ઉમળકાભેર ભાગ લીધેલ છે. રાજ્ય સ્તરના વન મહોત્સવ ઉપરાંત તમામ જિલ્લાઆેમાં જે તે જિલ્લાના પ્રભારીમંત્રીઆેના હસ્તે જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે, તેમજ મહાનગરપાલિકાઆે, નગરપાલિકાઆે, તાલુકાઆે તેમજ 4500 ગામોના વન મહોત્સવની ઉજવણી કરી લોકોને વૃક્ષ ઉછેર માટે પ્રેરીત કરી લોકો થકી રાજ્યના 13.95 કરોડ રોપાની વાવણી થાય તેવા પ્રયાસ વન વિભાગ દ્વારા કરવામાં આવેલ છે.   ભૂચર મોરીની લડાઇ તો એક ક્ષત્રિય રાજવીએ શરણે આવેલા મુસ્લીમ સુબાને બચાવવા માટે, શરણાગત ધર્મને સાચવવા માટે  જામનગરના જામસતાજી અને દિલ્હીના શહેનશાહ અકબર બાદશાહના લશ્કર વચ્ચે થયેલું ખૂનખાર યુદ્ધ હતું. સાડાચારસો વર્ષ પહેલા ધ્રોલ નજીક ભૂચર મોરી મેદાનમાં જામનગરના રાજવી જામસતાજી અને અકબરના સૈન્ય વચ્ચે ખેલાયેલું યુધ્ધ દેશના સર્વકાલિન મહાન યુધ્ધોમાં સ્થાન પામી ચૂક્યું છે.  વિક્રમ સંવત 1629માં બાદશાહ અકબર ગુજરાતના છેલ્લાં સુલતાન મુઝફ્ફર શાહ ત્રીજાને પરાજય આપ્યો. ભાગી છૂટેલા મુઝફ્ફરશાહને જામસતાજીએ બરડાના ડુંગરમાં આશરો આપતા અકબરનો ગુજરાતનો સુબો મુરઝા અઝિઝ લશ્કર લઇને જામનગર જવા નીકળ્યો. પણ, જામસતાજીના સૈન્યએ રસ્તામાં તેને આંતર્યું. અકબર પરાજયને પચાવી શક્યો નહીં. તેણે દિલ્હીથી હજારો સૈનિકોની ફોજ મોકલી. જામસતાજીએ તેને ભૂચર મોરી ખાતે આંતર્યું.

3 મહિના સુધી સામ-સામા હુમલા ચાલુ રહ્યા. અંતે અકબરનું સૈન્ય થાક્યું. જામસતાજીને સમાધાનની મંત્રણા માટે કહેણ મોકલ્યું. જામસતાજીનો વિજય હતો. પણ, યુધ્ધમાં તેમની સાથે રહેલા જૂનાગઢના નવાબ દોલતખાન અને કુંડલા કાઠી ખુમાણના પેટમાં તેલ રેડાયું. જામનગરના રાજવી હીરો બને એમને પસંદ નહોતું. બન્નેએ દગો કર્યો, ખાનગીમાં બાદશાહ સાથે મળી ગયા. તકનો લાભ લઇ બાદશાહે મંત્રણા ફોક કરી. ફરી યુધ્ધ જામ્યું. બાદશાહના વિશાળ મોગલ સૈન્ય સામે ક્ષત્રિય નરબંકાઓએ અદ્દભુત શૌર્ય દાખવ્યું. મોગલ સૈનિકોના માથાં ધડાધડ પડવા લાગ્યા. મોગલ સેનામાં ભંગાણ પડ્યું. પણ, ત્યારે ટાંકણે દોલતખાન અને કાઠી ખુમાણે પાટલી બદલી. દગો થયો. પણ, રણબંકાઓએ ભૂચર મોરીની ધરાને મોગલોના રક્તથી રંગી નાખી.બરાબર સમયે જામનગરના પાટવી કુંવર અજાજીના લગ્ન હતા. મરદ મિંઢોળબંધો રણશૂરો 500 જાનૈયાઓને લઇને લગ્નમંડપમાંથી સીધો રણમેદાનમાં પહોંચ્યો.
મોગલોના માથાં વાઢતા-વાઢતા કુંવર શહીદ થયા. કુંવર અજાજી શહીદ થતાં તેમના રાણી યુધ્ધમેદાનમાં પહોંચ્યા. કુંવરનું માથું ખોળામાં રાખી સતી થયા. દિવસ હતો વિક્રમ સંવત 1648ની શ્રાવદ વદ-સાતમનો. ઇતિહાસના પાને અમરત્વ પામનાર મહાન યુધ્ધનો તે દિવસે અંત આવ્યો.  વિદેશી શાસક મહંમદ ગઝનીની સોમનાથ પરની ચડાઇ (ઇ.સ. ૧૦૨૪-૨૫) પ્રસંગની લડાઇ પછી સૌરાષ્ટ્રની ધરતી ઉપર મિઠોઇની લડાઇ, ચિત્તલ અને ભિમોરાની લડાઇ જેવી રજવાડાંઓની અંદરો અંદરની નાની લડાઇઓ તો અસંખ્ય થઇ હતી, પણ એ બધામાં ઇતિહાસવિદો જેને ‘સૌરાષ્ટ્રના પાણીપત’ની ઉપમા આપે છે એવી સૌરાષ્ટ્રની ભૂમિ પરની છેલ્લી ભયંકર લડાઇ, જામનગર જિલ્લામાં ધ્રોળ નગરથી આશરે બેએક કિ.મી.ના અંતરે આવેલી ‘ભૂચર મોરી’ નામની ધાર ઉપર ખેલાઇ એ સૌરાષ્ટ્રના ઇતિહાસનું સૌથી મોટામાં મોટું યુદ્ધ ગણાયું છે.
 જામસતાજીના શરણે આવેલા બાદશાહ અકબરના ગુનેગાર મુઝફ્‌ફરશાહ ત્રીજાના રક્ષણ માટે, ક્ષત્રિયોના શરણાગતના ધર્મના પાલન માટે થયેલું યુદ્ધ હતું.આ યુદ્ધ જામનગરના મીંઢોળ બંધા અજાજી અને સેંકડો શૂરવીર યોઘ્ધાઓના બલિદાનની અમર કહાની છે. શૂરવીરોના લોહીથી ભીંજાયેલી હાલાર પંથકની ધરતી શૂરવીરોને પોતાના ખોળામાં પોઢાડી અમર બલિદાનની યશપતાકા લહેરાવતી ઊભી છે અને સેંકડો વર્ષોથી શૂરવીરોના પાળિયા અને ખાંભીઓને પોતાની ઘૂળના રજકણોથી જાણે કે અર્ઘ્ય આપી રહી છે. આ લડાઇના ઐતિહાસિક કારણો ઉપર આવીએ એ પહેલાં ‘ભૂચર મોરી’ના સ્થળની વાત કરી લઇએ.
ભૂચર મોરી એ તો મૂળ નામ છે. મોરી શાખાના એક માલધારી રાજપૂતની. એ પોતાની ગાયોની ઝોક લઇને આ ધાર ઉપર લાંબા વખતથી બેસતો, પરિણામે આ સ્થળ ભૂચર-મોરીના ટીંબા તરીકે ઓળખાતું. રાજકોટથી ઉત્તરે આશરે પચાસેક કિ.મિ.ના અંતરે ધ્રોળ ગામથી વાયવ્ય ખૂણામાં જોડિયા તરફ જતાં આશરે બેએક કિ.મિ.ના અંતરે આવેલું છે.મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જામનગરના ધ્રોલ ખાતે ભૂચર મોરીના યુધ્ધના શહીદોની સ્મૃતિમાં બનાવેલ ભૂચર મોરી શહીદ સ્મારકનું લોકાર્પણ કર્યું હતું. અગાઉ પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આ સ્મારકનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.ભૂચર મોરીના મેદાનમાં અક્બરની હજારોની સેના અને નવાનગરના જામ સતાજીની નાનકડી સેના વચ્ચે ભારતના સર્વકાલીન મહાન યુધ્ધોમાં જેની ગણના થાય છે તેવું મહાયુદ્ધ ખેલાયું હતું. તેમાં નવાનગરના કુંવર જામ અજાજી સહિત અનેક નરબંકાઓએ શહીદી વ્હોરી હતી. તેનું રુંવાડા ખડા કરી દેતું વર્ણન ઝવેરચંદ મેઘાણીએ પોતાની રચના ‘સમરાંગણ’માં કર્યું છે.
 ઇ.સ. ૧૫૭૩માં અકબરે ગુજરાતના છેલ્લા સુલતાન મુઝફ્‌ફરશાહ ત્રીજા પાસેથી ગુજરાત જીતી લીઘું. મુઝફ્‌ફરશાહે તક મળતાં અમદાવાદ, સુરત અને ભરૂચ જીતી લીધાં. એ સમયે ગુજરાતનો સુબો અબ્દુલ રહીમખાન બંડને સમાવી શક્યો નહીં. આથી શાંતિ સ્થાપવા અકબરે પોતાના દૂધભાઇ અઝીઝ કોકાને ગુજરાતમા મોકલ્યો. એણે મુઝફ્‌ફરશાહને પકડી લીધો. અકબરે તેને આગ્રામાં કેદ રાખ્યો, પણ તે લાગ જોઇને નાસી છૂટયો. સલામત આશરો શોધવા સૌરાષ્ટ્રમાં લોમા ખુમાણ પાસે ગયો. પછી જામ સતાજીના આશ્રયે આવ્યો. એ વખતે અકબરના ગુનેગારને આશરો આપવાની કોઇ રાજવી હિંમત કરતા નહીં, પણ જામ સતાજીએ એને ખુલ્લેઆમ આશરો આપીને બરડાના ડુંગરમાં સંતાડી રાખ્યો.
બાદશાહ અકબરે મુજફ્‌ફરશાહને પકડવા મીર્ઝા અજીઝ કોકાને જંગી લશ્કર સાથે રવાના કર્યો. એણે વિરમગામ પાસે છાવણી નાખી. જામ સતાજીને કહેણ મોકલ્યું કે, ‘રાજના દુશ્મનને સોંપી દ્યો.’ જામ સતાજીએ જવાબમાં કહેવરાવ્યું કે ‘તમારો શાહી ગુનેગાર અમારો શરણાગત છે. શરણે આવેલાનું રક્ષણ કરવું એ રાજપૂતોનો ક્ષાત્ર ધર્મ છે. અમે કોઇ કાળે તમને નહીં સોંપીએ.’ આ જાણ્યા પછી અકબરે આગ્રાથી લશ્કરની વઘુ કુમક મોકલી. જામનગરને કબજે કરવા હુકમ કર્યો. મોગલ લશ્કર જામનગર ભણી રવાના થયું. જામસતાજી બાદશાહી ફોજનો મુકાબલો કરવા ધ્રોળની સરહદ સુધી ફોજ લઇને આવી ગયા જેથી જામનગરને લૂંટફાટ અને લડાઇના પરિણામોથી બચાવી શકાય. ધરતી પર કેટલીક આફતો આવવાની હોય ત્યારે કુદરતી રીતે તેની આગાહીઓ મળતી હોય છે. યુદ્ધ અગાઉ મળેલા આવા સંકેતોની રસપ્રદ વાત ‘યદુવંશ પ્રકાશ’ની અગિયારમી કળામાં આપેલા ચારણી ગીતમાં આ પ્રમાણે નોંધી છે.
ધ્રોળમાં ભૂચર નામનો રાજપૂત માલધારી હતો. તેનું ધણ ધ્રોલ ઢુંકડી જે ધાર ઉપર બેસતું તે ધાર ઉપર રાતવરતનાં પક્ષીઓ બોલવા માંડયા. પક્ષીઓના ભયંકર અને બિહામણા અવાજની વાત ગોવાળિયાએ જઇને ભૂચર મોરીને કરી તેના મનમાં સંભ્રમ થતાં એ ત્યાં જઇને રાત રોકાયો. છ ઘડી રાત જતાં ચિત્રવિચિત્ર મોઢાંવાળા, વિકરાળ રૂપ, નખ અને દાંતવાળા પક્ષીઓ બિહામણા અવાજે બોલી ચાર પ્રહર રહીને ઉડી ગયાં. ભૂચર મોરીએ જઇને વજીરને વાત કરી. વજીરે પંડિતો, શુકન શાસ્ત્રીઓ અને જામતલ જોશીડાઓને ેતેડાવ્યા. એમણે કારણ કાઢયું. ‘પક્ષીઓની બોલી પરથી સમજાય છે કે આ ધરતી માથે રામાયણ - મહાભારત જેવું મહા ભયંકર યુદ્ધ થશે.’દર વર્ષે રાજપૂત સમાજ દ્વારા ભૂચર મોરી મેદાનમાં શહીદોને ભવ્ય શ્રધ્ધાંજલિ આપવામાં આવે છે. આ શહીદોને શ્રધ્ધાંજલિ આપીને જનમાનસમાં તેમની સ્મૃતિને ચિરંજીવ રાખવાના આશયથી રાજ્ય સરકારે તેમનું સ્મારક બનાવવાનો નિર્ણય કર્યો હતો.લોકો આ જગ્યા પર આવીને વીરતાના આ ઈતિહાસને જાણે અને સાથે-સાથે આ સ્થળ પર્યાવરણ સરંક્ષણ અને પ્રવાસનનું ઉત્તમ સ્થળ બની રહે તેવી નેમ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આ પ્રસંગે વ્યક્ત કરી હતી.