શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 7 માર્ચ 2017 (12:10 IST)

#મોદી_આવ્યો_144_લાવ્યો - મોદી વિરૂદ્ધ ટ્વિટર હેશટેગ, સામાજિક આંદોલનો ડામવા 144નો ઉપયોગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે તેમના પીએમ બન્યા બાદ ગુજરાતમાં ભારે સામાજિક આંદોલનો થઈ રહ્યાં છે. આનંદીબેનની સીટ હવે વિજય રૂપાણી હસ્તક થઈ છે. ત્યાર બાદ ગુજરાતમાં સામાજિક આંદોલનો વધી ગયાં અને ગુનાહિત પ્રવૃત્તિઓએ પણ જોર પકડ્યું. નલિયાકાંડમાં ભાજપ કોંગ્રેસનું સેટિંગ, તે ઉપરાંત ગુજરાતમાં વધી રહેલા બળાત્કારના બનાવોએ પણ માઝા મુકી દીધી, સરકારની સામે કોઈ પણ આંદોલન કરે અને મોદી ગુજરાત આવવાના હોય ત્યારે કલમ 144 દાખલ કરી દેવામાં આવે છે. એવુ કહેવાય છે કે જ્યાં સુધી મોદી ગુજરાતના સીએમ હતાં ત્યાં સુધી ક્યારેય કોઈ મોટો અવાજ ઉઠાવવાનો બનાવ બનતો ન હતો પણ તેમના પીએમ બન્યાં બાદ ગુજરાતમા જાણે ધમસાણ મચી ગઈ છે. 

પાટીદાર આંદોલન, દલિત આંદોલન, અલ્પેશ ઠાકોરનું દારૂબંધીનું આંદોલન, આંગણવાડીની બહેનોનું આંદોલન, ખેડૂત આંદોલન વગેરે જેવી બાબતો હાલ ગુજરાતમાં હવા પકડી રહી છે. ગુજરાત વિધાનસભામાં એક સમયે કોંગ્રેસ દ્વારા જે નલિયાકાંડની ભારે વિરોધની વાતો હતી તે હવે દબાઈ ગઈ એટલે પ્રજા પણ બંને પક્ષો દ્વારા અત્યાચારીઓ અને ગુનેગારોને બચાવવાની યોજનાની સમજણ આપો આપ મેળવતી ગઈ. 
હવે જ્યારે મોદી ગુજરાતમાં આવી રહ્યાં છે. ત્યારે આ બધા આંદોલનોને દબાવવાની કોશિશ થઈ રહી છે. 144ની કલમ દાખલ કરીને બેથી વધારે લોકોના ટોળાને એકત્રિત નહીં થવા દેવા તથા કોઈ આંદોલન વેગ પકડે અને વિરોઘ ના થાય તે હેતુંથી કલમ 144 દાખલ કરવામાં આવી છે. હવે ગુજરાતની શાંતિ ક્યાં છે તે દેશની જનતા સમજી ગઈ છે અને ટ્વિટર તથા ફેસબુક પર તેની મજા લઈ રહી છે, અચ્છે દિનની વાત કરનારા મોદી ટ્વિટર પર ભારે ચર્ચા સ્પદ બન્યાં છે.  પોલીસ અને સરકારે મોદી આવે તે પહેલા જ વિરોધ કરનારા લોકોની ધરપકડ કરી લીધી છે જેથી તે લોકો મોદીની સભા સ્થળે કોઈ પણ જાતનો હલ્લા બોલ ના કરી શકે. એટલે લોકોની આઝાદી અને સ્વતંત્રા પર તરાપ મારવાની વાતે હવે મોદી વિરૂદ્ધ ટ્વિટર વોર થઈ રહ્યો છે.