1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 6 જાન્યુઆરી 2024 (14:03 IST)

પાંડેસરામાં વર્ષ 2023માં 126 બાળકો ગુમ થયાની ફરિયાદ, પોલીસે શોધી કાઢ્યા

126 children reported missing in Pandesara in 2023
-  પાંડેસરા વિસ્તારમાં વર્ષ 2023માં કુલ 126 બાળકોને પોલીસે શોધી કાઢ્યા
-  પરપ્રાંતીય વસ્તી ધરાવતા આ વિસ્તારમાં સૌથી વધુ બાળકોના અપહરણ
- ફરિયાદ મળે ત્યારે પોલીસની ટીમ તાત્કાલીક દોડતી થઈ જાય છે.

126 children reported missing in Pandesara in 2023
સુરતના પાંડેસરા વિસ્તારમાંથી જ એક વર્ષ દરમિયાન ગુમ થયેલા 100થી વધુ બાળકોને પોલીસે શોધી તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. વર્ષ 2023માં પાંડેસરા પોલીસ મથક વિસ્તારમાંથી સમગ્ર વર્ષ દરમિયાન ગુમ થયેલા 0થી 17 વર્ષના કુલ 126 બાળકોને પોલીસે શોધી કાઢ્યા છે. પરપ્રાંતીય વસ્તી ધરાવતા આ વિસ્તારમાં સૌથી વધુ બાળકોના અપહરણ અને ગુમ થવાની ફરિયાદો આવતી હોય છે. જેને લઇને તાત્કાલીક આવી ફરિયાદો મળતા જ પોલીસ અલગ અલગ ટીમો બનાવી બાળકોને શોધવા માટે કામે લાગે છે. દરમિયાન 126 જેટલા પરિવારોના બાળકો માત્ર એક જ વર્ષમાં પાંડેસરામાંથી ગુમ થયા હોવાની માહિતી જાણવા મળી છે.

સુરતમાં પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઔદ્યોગિક એકમો આવેલા છે. જ્યાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસ્સા તેમજ અન્ય રાજ્યોમાંથી રોજગારી માટે લોકો આવી વસવાટ કરતા હોય છે. ઘણા પરિવારમાં માતા-પિતા બંને કામ પર જતા હોય છે. ત્યારે તેઓના બાળકો ઘરે એકલા હોય છે અને આવા બાળકો રમતા રમતા ગુમ થઈ જતા હયો છે. કેટલાક કિસ્સાઓમાં બાળકોના અપહરણ કરી લેવામાં આવતા હોવાની પણ ફરિયાદ અવારનવાર પોલીસ ચોપડે નોંધાય છે.વર્ષ 2023માં 0થી 17 વર્ષ સુધીના છોકરા, છોકરી ગુમ થયા હોય તેવા કુલ 126 બાળકોને પાડેસરા પોલીસ દ્વારા ત્વરિત શોધી કાઢી તેઓનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે. મહત્વનું છે કે, જ્યારે પણ બાળકો ગુમ થયા હોવાની ફરિયાદ પોલીસને મળે છે ત્યારે પોલીસની ટીમ તાત્કાલીક દોડતી થઈ જાય છે. ખાસ કરીને નાના બાળકો ગુમ થયાની કે અપહરણ થયાની ફરિયાદ આવે છે. ત્યારે પાંડેસરા પોલીસની ટીમ સીસીટીવીથી લઈને ઘટનાની ગંભીરતા જાણીને પોલીસની અલગ અલગ ટીમો બાળકને શોધવા કામે લાગી જાય છે.