બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 13 ફેબ્રુઆરી 2024 (17:59 IST)

અમદાવાદમાં 16 ફેબ્રુઆરીથી 19મા NIDJAM-2024નો પ્રારંભ થશે, 5500 ખેલાડીઓ ભાગ લેશે

19th NIDJAM-2024
19th NIDJAM-2024
 

-16થી 18 ફેબ્રુઆરી દરમિયાન આ ટુર્નામેન્ટ
-NIDJAM 2024 માટે એક માસ્કોટ તૈયાર કરવામાં આવ્યો 
-ગુજરાત યુનિવર્સિટી મેદાનમાં યોજાશે NIDJAM

Ahmedabad આ વખતે NIDJAMનું આયોજન ગુજરાતમાં થઈ રહ્યું છે. આજે ગાંધીનગર ખાતે ગુજરાતના રમત મંત્રી હર્ષ સંઘવીના દ્વારા NIDJAM 2024નો મેસ્કોટ લોંચ કરવામાં આવ્યો હતો. સ્પોર્ટ્સ કાર્યક્રમ વિષે માહિતી આપતા હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, 16થી 18 ફેબ્રુઆરી દરમિયાન આ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. જેમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દરેક રાજ્યના સહભાગીઓ ભાગ લઈ રહ્યાં છે. 5500 ખેલાડીઓ અને અન્ય ટેકનિકલ સ્ટાફ દરેક મળીને 7500 સ્પોર્ટ્સ સાથે સંકળાયેલ લોકો આપણા રાજ્યમાં આવ્યા છે. 
 
ગુજરાત યુનિવર્સિટી મેદાનમાં યોજાશે NIDJAM
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી મેદાનમાં આયોજીત 19 મા NIDJAMમાં ભાગ લેવા 31 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના 616 જિલ્લામાંથી 5550 કરતા વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. કાર્યક્રમમાં 1105 કોચ પૈકી 835 પુરૂષ કોચ જ્યારે 270 મહિલા કોચ પણ ખેલાડીઓને સંપુર્ણ માર્ગદર્શ પુરૂ પાડશે. 19 મા NIDJAM 2024 નો શુભારંભ 15 મી ફેબ્રુઆરીએ સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રમતગમત મંત્રી હર્ષ સંઘવી, AFIના પ્રમુખ આદિલે જે.સુમરિવાલાના હસ્તે થશે.AFI અમદાવાદમાં 16 થી 18 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાત સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સંકલનમાં NIDJAM કરશે. ત્રણ દિવસીય ઈવેન્ટમાં 615 જિલ્લામાંથી 5,558 ખેલાડીઓએ ભાગ લીધો છે. 
 
NIDJAM 2024 માટે એક માસ્કોટ તૈયાર કરવામાં આવ્યો 
આ સ્પર્ધા U14 અને U16 છોકરાઓ અને છોકરીઓના જૂથોમાં યોજાશે. દરેક જિલ્લો 13 સભ્યોની ટીમને મેદાનમાં ઉતારવા માટે પાત્ર છે, જેમાં એક પુરુષ અને એક મહિલા અધિકારીનો સમાવેશ થાય છે. તમામ જિલ્લાની ટીમો મુસાફરી ભથ્થું અને ફ્રીમાં રહેવા માટે હકદાર છે. સ્પર્ધા શરૂ થાય તે પહેલાં, સ્પર્ધકોએ બાયોમેટ્રિક અને એજ વેરિફિકેશન  સિસ્ટમ માટે જવું પડશે. પાત્ર રમતવીરોને બીબ નંબર આપવામાં આવશે. સ્પર્ધકોને દિવસમાં ત્રણ વખત ભોજન આપવામાં આવશે.ગુજરાત 2010 થી વાર્ષિક ખેલ મહાકુંભનું આયોજન કરે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો આકર્ષિત થાય છે. 2022માં યોજાયેલી 36મી નેશનલ ગેમ્સ માટે પણ ગુજરાત સ્થળ હતું.NIDJAM 2024 માટે એક માસ્કોટ તૈયાર કરવામાં આવ્યો છે 
 
NIDJAM શું છે?
નેશનલ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ NIDJAMએ દર વર્ષે યોજાતી રમતગમતની ઈવેન્ટ છે. તેમાં અંડર-14 અને અંડર-16 વયના સ્પર્ધકો ભાગ લઈ શકશે. જેમાં દેશના 500 થી વધુ જિલ્લાઓમાંથી સ્પર્ધકો ભાગ લે છે. 20 વર્ષમાં કુલ 55 હજાર સ્પર્ધકોએ NIDJAMમાં ભાગ લીધો છે.NIDJAM એ ભારતને આવા ઘણા મોટા ખેલાડીઓ આપ્યા છે જેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે. આમાં નીરજ ચોપરા (ગોલ્ડ મેડલિસ્ટ, ટોકિયો ઓલિમ્પિક્સ, NIDJAM 2012), સુનીલ જોલિયા (ગોલ્ડ મેડલિસ્ટ, 37 નેશનલ ગેમ્સ, 2023, NIDJAM 2016) અને લક્ષિતા સેન્ડલિયા (ગોલ્ડ મેડલિસ્ટ, એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ, NIDJAM 2012 વગેરે) જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે.
 
NIDJAM માં કઈ રમતોનો સમાવેશ થાય છે? 
NIDJAM એ એથ્લેટિક્સ સ્પર્ધા છે જેમાં એથ્લેટિક્સમાં રમતગમતનો સમાવેશ થાય છે. NIDJAM ની સૌથી મહત્વની રમત રેસ છે. આ શ્રેણીમાં બે પ્રકારની રેસ છે, સામાન્ય રેસ અને હર્ડલ રેસ. જો આપણે જમ્પ કેટેગરીમાં જોઈએ, તો તેમાં લાંબી કૂદ અને ઊંચી કૂદનો સમાવેશ થાય છે. આ રમતો ઉપરાંત, શોટ પુટ થ્રો અને ભાલા ફેંકનો પણ NIDJAM માં સમાવેશ થાય છે.