શનિવાર, 7 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 9 ડિસેમ્બર 2022 (18:50 IST)

Surat Crime - સુરતમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર નરાધમ ઝડપાયો

surat crime
સુરતના કતારગામ વિસ્તારમાંથી બે દિવસ પહેલાં હચમચાવી દેતી એવી ઘટના સામે આવી હતી. સવારે સાત વર્ષીય બાળકી ગુમ થવાની ફરિયાદ ચોકબજાર પોલીસ મથકમાં નોંધાયા બાદ મોડી રાત્રિએ તે જ બાળકીની રેપ બાદ હત્યા કરાયેલી લાશ પાડોશીના ઘરમાંથી જ મળી આવી હતી. પોલીસે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરતાં અગાઉ વાહનચોરીના ગુનામાં પણ સામેલ હોવાનું સામે આવ્યું છે.

પાડોશીમાં રહેતા નરાધમ યુવકે 7 વર્ષીય બાળકીને ઘરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું અને દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી હતી. એટલું જ નહિ હત્યા કર્યા બાદ બાળકીની લાશને ઘરમાં રહેલા પેટી પલંગમાં સંતાડી ફરાર થઈ ગયો હતો. જોકે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે.

પોલીસ-તપાસમાં આરોપી રીઢો ગુનેગાર છે અને તે સુરતના અલગ અલગ પોલીસ મથકમાં 14 વખત વાહનચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે.સુરતના કતારગામ સ્થિત વાળીનાથ ચોક પાસેથી ગત 7 ડિસેમ્બરના રોજ એક 7 વર્ષીય બાળકી ગુમ થઇ ગઈ હતી. અંગેની ફરિયાદ પરિવારજનોએ ચોકબજાર પોલીસ મથકમાં નોંધાવી હતી. બનાવની જાણ પોલીસને થતાં પોલીસ તપાસમાં જોડાઈ હતી. આ દરમિયાન બાળકીની લાશ પાડોશમાં રહેતા યુવકના ઘરમાંથી મળી આવી હતી. ઘરમાં રહેલા પેટી પલંગમાંથી બાળકીની લાશ મળતાં ચકચાર મચી જવા પામી હતી. આ મામલે પોલીસે પાડોશમાં રહેતા યુવકની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે પંડોળ વિસ્તારમાંથી આરોપી મુકેશ ઉર્ફે મુકો ચીમનલાલ પંચાલને ઝડપી પાડ્યો હતો.પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે બે દિવસ પહેલાં નરાધમે સવારના સાડાદશ વાગ્યાના અરસામાં બાળકીને રૂપિયા આપવાની લાલચ આપી ફોસલાવી પોતાની રૂમમાં લઇ ગયો હતો અને બાદમાં તેની ઉપર દુષ્કર્મ આચરી તેની હત્યા કરી હતી. બાદમાં લાશને પોતાના જ ઘરમાં રહેલા પેટી પલંગમાં સંતાડી ઘરને તાળું મારી નાસી ગયો હતો.