1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 15 ફેબ્રુઆરી 2023 (14:49 IST)

રાધનપુર હાઈવે પર જીપનું ટાયર ફાટતાં ગંભીર અકસ્માત સર્જાયો, 6 લોકોનાં મોત

patan accident
પાટણ જિલ્લાના રાધનપુર વારાહી હાઈવે પર મોટી પીપળી ગામના પાટિયા પાસે જીપ ટ્રકમાં ઘૂસી જતા સાત લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે નવ લોકો ઘાયલ થયા છે.પાટણ જિલ્લાના રાધનપુર વારાહી હાઇવે માર્ગ પર મોટી પીપળી નજીક રાજસ્થાનના મજૂરોને લઈને પસાર થતી જીપનું ટાયર ફાટતા રોડ પર ઉભેલ ટ્રક સાથે જીભ અથડાતા જીપમાં સવાર સાત લોકોના મોત નિપજ્યા હતા. તો નવ જેટલા લોકોને ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે રાધનપુર ની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતની જાણ થતા લોકોએ તેમજ પોલીસ તંત્રએ ઘટના સ્થળે દોડી આવી અકસ્માત ગ્રસ્ત વાહનમાં ફસાયેલા ઇજાગ્રસ્તોને બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.તો મૃતકોના પંચનામા કરી પીએમ અર્થે રાધનપુર હોસ્પિટલ ખાતે મોકલી આપી આગળની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં ઇજાગ્રસ્તોની સારવાર ચાલુ હોય મૃતકો ના નામ હજુ સુધી જાણી શકાયા નથી.