1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 7 માર્ચ 2023 (16:54 IST)

અંગારા પર ચાલવાની અનોખી પરંપરા - બાળકોથી લઈને વૃદ્ધો પણ ચાલે છે ઉઘાડા પગે સળગતા અંગારા પર

olpad news
હોળી અને ધુળેટી સમગ્ર તહેવાર નું ખુબ અનેરો મહિમા અને શ્રદ્ધા થી ઉજવણી કરતા જોવા મળે છે આ સાથે સાથે ગુજરાતમાં પણ આ તહેવાર ની અનોખી રીતે આનંદ થી ઉજવણી થાય છે. ઓલપાડ તાલુકાનાં સરસ ગામે હોળી દહન બાદ અંગારા પર ખુલ્લા પગે ચાલવાની અનોખી શ્રદ્ધા સાથેની વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત છે. હોળી પૂજનની સાથે અનોખી અને ઐતિહાસિક પરંપરા 80 વર્ષ‎ પહેલાથી ચાલી આવી છે. સરસ‎ ગામે ગ્રામ પંચાયતના સહયોગથી‎ થતી આ હોળી પૂજા વિધિમાં‎ હોળી દહન બાદ અંગારા પર‎ ગ્રામજનો ઉઘાડા પગે ચાલે છે.‎કોરોના દરમિયાન પર આ પ્રથા કાયમ રહી હતી. બસ અહી બહારથી આવનારાઓ પર ત્યારે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. 
olpad news
હોળીની રાત્રે શ્રદ્ધામાં ગળાડૂબ‎ બાળકોથી લઇને વયોવૃદ્ધ લોકોને‎ સળગતા અંગારામાં ચાલતા જોઈ‎ દર્શન અર્થે આવેલા લોકો મંત્ર મુગ્ધ‎ બની જાય છે. હોળીકા દહન બાદ‎ ત્યાંના લોકો છ સેન્ટીમીટર સુધીનો‎ થર પાથરેલા અંગારા પર ચાલે છે.‎ 
 
વર્ષોથી ગામના લોકો એક શ્રદ્ધા રાખી અંગારા પર ચાલવાનું સાહસ કરે છે.  ભારત દેશમાં વસતા લોકો શ્રદ્ધા પર નિર્ભર હોય છે અને શ્રદ્ધા પર જીવન વિતાવે છે. સરસ ગામના લોકોને પર આવી  જ શ્રદ્ધા હોળીના પર્વ પર છે. વર્ષોથી ચાલી આવતી સરસ ગામમાં હોળિકા  દહન બાદ અંગારા પર ચાલતી પ્રથા એટલી વિખ્યાત થઇ ગઈ છે કે, ઓલપાડ ગામના લોકો જ નહી પરંતુ આસપાસના ગામમાં વસતા લોકો પણ હોળીના દિવસે અંગારા પર ચાલવા માટે સરસ ગામમાં અવસ્ય પધારે છે.
olpad news
હોળીના દેવતાના અંગારા પર જ વર્ષમાં એકવાર ચાલી શકાય છે  પરંતુ હોળીના દિવસ સિવાય આ આગના દેવતા પર ચાલી શકાતું નથી. આ પ્રથાને લઈને શ્રદ્ધા પણ એવી છે કે કોઈના પગમાં દઝાતુ પણ નથી.