ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 21 ઑગસ્ટ 2021 (10:48 IST)

લિંબડી-રાજકોટ હાઇવે પર અકસ્માત: જામનગર જઇ રહેલા પરિવારની કાર ડિવાઇડર સાથે ટકરાઇ, બેના મોત

અકસ્માત ઝોનમાં આવનાર લિંબડી-રાજકોટ હાઇવે પર આવેલા ગામના બોર્ડ પાસે એક કાર ડિવાઇડર સાથે ટકરાતા બે લોકોના મોત થયા છે. આ અકસ્માત કાર ચાલક દ્વાર સંતુલન ગુમાવતા સર્જાયો હતો. તમને જણાવી દઇએ કે અકસ્માત માટે જાણિતા લિંબડી-રાજકોટ હાઇવે પર સમયાંતરે દુર્ઘટનાઓ સર્જાય છે. જેમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. ત્યારે શુક્રવારે અકસ્માતમાં વધુ બે લોકોના મોત થયા છે જ્યારે અન્ય બે લોકોને ઇજા પહોંચી છે. 
 
શુક્રવાર વહેલી સવારે વિનયભાઇ અને મિત્રો જામનગર તરફ જઇ રહ્યા હતાં. આ દરમિયાન સાયલાના સામતપર ગામ પાસે કાર ચાલક વિનયભાઇએ સ્ટેયરીંગ કાબુ ગુમાવ્યો હતો. અને નાળાના પીલોર સાથે ધડાકાભેર અકસ્માત થતા ચાલક વિનયભાઇ અને આગળની સીટમાં બેઠેલા કેતનભાઇ મહેન્દ્રભાઇ ઓઝાને ગંભીર ઇજા થતા ઘટના સ્થળે મોત થયુ હતું. જ્યારે કૃણાલભાઇ, રવિભાઇ અને રાકેશભાઇને સાયલા દવાખાને લઇ જવાયા હતા.
 
જેમણે લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદથી જામનગર જઇ રહેલા પરિવારની કાર અચાનક લિંબડી-રાજકોટ હાઇવે પર દુર્ઘટનાગ્રસ્ત થઇ ગઇ હતી. ઘટનાની જાણકારી મળતાં જ બચાવકાર્ય માટે સ્થાનિક લોકોની ભીડ એકઠી થઇ ગઇ હતી. જાણકારી મળતાં લિંબડી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. જેમણે મૃતક લોકોની લાશ પીએમ અર્થે મોકલી દેવામાં આવી હતી.