મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 25 જુલાઈ 2023 (00:09 IST)

9 લોકોને કચનાર આરોપી તથ્ય જેલમાં 8683 નંબરથી ઓળખાશે, જાણો તેના પિતાને કયા નંબરથી બોલાવાશે

Accused who kidnapped 9 people will be identified by number 8683 in Tathya Jail, know by which number his father will be called
Accused who kidnapped 9 people will be identified by number 8683 in Tathya Jail, know by which number his father will be called
આજે તથ્યને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો પણ પોલીસે રિમાન્ડ નહીં માંગતા કોર્ટે જેલ હવાલે કર્યો હતો
કારમાં સવાર તેના મિત્રોને કોર્ટમાં હાજર કરીને તેમના નિવેદનો લઈને સાક્ષી બનાવવામાં આવ્યા હતાં
 
અમદાવાદઃ શહેરના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે આજે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે તેના વધુ રિમાન્ડ નહીં માંગતા કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ આપ્યો આપ્યો હતો. અગાઉ તેના પિતા પ્રજ્ઞેશ પટેલને પણ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. હવે પિતા અને પુત્ર સાબરમતિ જેલમાં રહેશે. જેલ તંત્રએ તથ્યને  કેદી નંબર-8683 અને તેના પિતાને કેદી નંબર-8626 ફાળવી આપ્યો છે. જેથી તેઓ આ નંબરથી ઓળખાશે. 
 
વીડિયો રેકોર્ડિંગ સાથે નિવેદન લેવાયા
શહેરના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં કારમાં સવાર એક છોકરો અને ત્રણ છોકરીઓને કોર્ટમાં લાવવામાં આવ્યા હતાં. જેમાં  શાન માલવિકા, શ્રેયા, ધ્વનિ અને આર્યનને કોર્ટમાં હાજર કરાયા હતાં. આ તમામ લોકોના કોર્ટમાં સાક્ષી તરીકે નિવેદન લેવાયા હતાં. તેમનું વીડિયો રેકોર્ડિંગ પણ કરાયું હતું. આજે તથ્ય પટેલના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કોર્ટ રૂમ પણ ખીચોખીચ ભરાઈ ગયો હતો. પોલીસે તથ્યને કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડની માંગ નહોતી કરી. જેથી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. હવે તથ્ય અને તેનો પિતા સાબરમતિ જેલમાં રહશે. 
 
FSLના રીપોર્ટમાં કારની સ્પીડને લઈ ધડાકો
બીજી તરફ FSLના રીપોર્ટમાં કારની સ્પીડને લઈ ધડાકો કરવામાં આવ્યો છે. FSL દ્વારા હાલમાં જે રીપોર્ટ સોંપવામાં આવ્યો છે એમાં એવું કહેવાયું છે કે અકસ્માત થયો ત્યારે તથ્યની જેગુઆર કાર 142.5 કિ.મીની સ્પીડે દોડતી હતી.આ કેસમાં હવે RTO તથા જેગુઆર કારના મિકેનિકલ એન્જિનિયરનો પણ રિપોર્ટ આવશે. તેમાં પણ કાર કેટલી સ્પીડે દોડતી હતી તે નક્કી થશે. 
 
તથ્ય પટેલ સામે વધુ એક કેસ નોંધાયો
માલેતુજાર નબીરા તથ્યએ સિંધુભવન રોડ પર થાર કાર એક રેસ્ટોરાંમાં ઘૂસાડી દીધી હતી અને દિવાલને નુકસાન પહોંચાડ્યું હતું. આ કેસમાં જે તે સમયે સમાધાન થયું હતું. આ થાર ગાડી રેસ્ટોરાંમાં ઘૂસી તેનો વીડિયો પણ સામે આવ્યો છે. હવે આ કેસમાં પોલીસે 20 દિવસ પછી ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જેમાં આ કાર તથ્ય ચલાવતો હતો કે કોઈ અન્ય તેની તપાસ પણ પોલીસ દ્વારા કરાઈ રહી છે.