શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 4 એપ્રિલ 2018 (11:33 IST)

નોટબંધી બાદ ગુજરાતમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણનું ચલણ વધ્યું હોવાની ચર્ચાઓ

ક્રિપ્ટોકરન્સી પર સરકારનો કંટ્રોલ નથી હોતો અને દુનિયાભરમાં તેનો ઉપયોગ ગમે ત્યાં થઈ શકે છે. નોટબંધી પછી રોકાણકરો મોટા પ્રમાણમાં ક્રિપ્ટોકરન્સી તરફ આકર્ષિત થયા છે.  નિષ્ણાંતો જણાવે છે કે, ગુજરાતમાં લગભગ અઢી હજાર કરોડ રુપિયા કરતાં વધુ રોકાણ ક્રિપ્ટોકરન્સીમાં થયું છે. ગત બે-ત્રણ વર્ષમાં અમદાવાદ અને સુરતની અનેક કંપનીઓ ICOsમાં શામેલ થઈ છે. આ પ્રાઈવેટ એક્ષચેન્જીસ રોકાણકારોને ક્રિપ્ટોકરન્સી ઓફર કરે છે. ઈન્ડસ્ટ્રીના એક્સપર્ટના જણાવ્યા અનુસાર, ઘણાં લોકો આ પ્રાઈવેટ એક્ષચેન્જને કારણે છેતરાયા પણ છે. આ વિષયના એક નિષ્ણાંત જણાવે છે કે, રોકાણકારોને પ્રતિદિવસ 10 ટકા જેવા ઉંચા વ્યાજના દરે 180 દિવસ માટે પૈસા રોકવાની ઓફર કરવામાં આવે છે.

180 દિવસના અંતે રોકાણકાર પાસે બે ડિજીટલ વોલેટ્સ હશે, એકમાં મુદ્દલ રકમ અને બીજા વોલેટમાં વ્યાજની રકમ. રોકાણકાર જોઈ શકે છે કે તેણે રોકેલા પૈસાની કિંમત વધી રહી છે, પરંતુ તે વર્ચ્યુઅલ હોય છે. 6 મહિના સમાપ્ત થાય તે પહેલા ઓપરેટર બિઝનેસ સંકેલીને પૈસા સાથે ફરાર થઈ જાય છે. આવા અમુક કેસ નોંધાયા છે. નિષ્ણાંતોનું માનવું છે કે ક્રિપ્ટોકરન્સી પર ભારત સરકારના વલણને કારણે નવી એન્ટ્રી સ્લો થઈ ગઈ છે.