સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 26 નવેમ્બર 2021 (17:51 IST)

અમદાવાદમાં સગાઈ તૂટ્યા બાદ યુવકે યુવતીની સાથે શારીરિક સંબંધ બાંધી વીડિયો ઉતાર્યા, અન્યત્ર સગાઈ થતાં મંગેતરને મોકલ્યા

અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી યુવતીએ પરિવારના કહેવાથી એક યુવક સાથે સગાઈ કરી હતી, પરંતુ કાકા સાથે સાટામાં લગ્ન નક્કી ન થતા યુવતીની સગાઈ તૂટી ગઈ હતી. સગાઈ તૂટ્યા બાદ યુવક યુવતીને વેલેન્ટાઈન ડે હોય કે અન્ય કોઈ પ્રસંગ બહાનું કાઢીને મળવા આવતો હતો. યુવતીની જેમ તેમ કરી ફસાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટલુ જ નહી પણ  આ યુવતીના નગ્ન ફોટોગ્રાફ અને વીડિયો યુવકે ઉતારી લીધા હતા. જે વીડિયો અને તસવીરો વાઈરલ કરવાની ધમકી આપીને તેણે યુવતી પર અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. હીં,એટલું જ ન યુવતીએ અન્ય જગ્યાએ સગાઈ કરતા તેની નગ્ન તસવીર અને વીડિયો મંગેતરને મોકલી દીધા હતા. આ બનાવની જાણ આખરે યુવતીએ સોલા પોલીસને કરતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી નિશા (નામ બદલ્યું છે)ની સગાઈ સમાજના રિવાજ પ્રમાણે મહેશ નામના યુવક સાથે થઈ હતી. સગાઈ બાદ બંને પરિવારે સાટા મુજબ કાકાની સગાઈ પણ કરવાની હતી, પણ તે કેન્સલ થતાં નિશા અને મહેશની સગાઈ તૂટી ગઈ હતી. જો કે, સગાઈ તૂટ્યા બાદ પણ મહેશ નિશાને મળવા માટે અવારનવાર અમદાવાદ આવતો હતો. એક દિવસ વેલેન્ટાઈન ડે હોવાના કારણે મહેશ નિશાને પોતાની વાતમાં ફસાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ધીમે-ધીમે મહેશ નિશાને અલગ-અલગ જગ્યાએ બોલાવીને તેના ન્યૂડ ફોટોગ્રાફ્સ અને વીડિયો બનાવતો હતો. બાદમાં ન્યૂડ ફોટોગ્રાફ અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને નિશા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.નિશાના ફોનમાં કોઈ વાયરસ દ્વારા સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાવીને તેના ફોનની તમામ ગતિવિધિ પર મહેશ વોચ રાખતો હતો. નિશાને આ વાતની ખબર પડતાં તેણે તેની  સાથે સંબંધ કાપી નાંખ્યો હતો. પરંતુ મહેશ તને ફોન કરીને તેના ફોટોગ્રાફ્સ વાયરલ કરવાની ધમકી આપતો હતો.મહેશ આવી રીતે ધમકી આપીને ફરીથી નિશાને હોટલમાં બોલાવી તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો.

એ કોઈ બીજાની સાથે સગાઈ કરશે તો તેને પણ આ વીડિયો- તસવીરો મોકલવાની ધમકી આપી હતી અને બન્યું પણ એવું. આ દરમિયાન નિશાની એક યુવક સાથે સગાઇ થઇ હતી. મહેશે તેને નિશાના અશ્લીલ ફોટો મોકલ્યા હતા. મહેશ તસવીરો મોકલ્યાની જાણ નિશાને થઈ હતી. નિશાએ તમામ વાત પોતાના મંગેતરને કહી અને તેને મહેશ બ્લેકમેલ કરતો હોવાનું પણ જણાવ્યું હતું, પણ મહેશ કોઈ પણ વાત માનવા તૈયાર ન હતો. નિશાના પિતાને ફોન કરી ધમકી આપી હતી. જેથી આખરે નિશાએ કંટાળીને સોલા પોલીસને પોતાની સાથે બનેલી તમામ ઘટના જણાવી હતી. સોલા પોલીસે આ પ્રકરણમાં બળાત્કારનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.