1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. ahmedabad news

અમદાવાદમાં કારંજ પોલીસે 1.70 લાખના 17 ગ્રામ MD ડ્રગ્સનો ઝડપ્યો, આરોપી શખ્સની ધરપકડ

AHMEDABAD NEWS
અમદાવાદમાં લાલદરવાજા વિસ્તારમાં જાન સાહેબની ગલીમાં MD ડ્રગ્સનું વેચાણ કરતા શખ્સની કારંજ પોલીસે ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસે 1.70 લાખ રૂપિયાની કિંમતનું 17 ગ્રામ ડ્રગ્સ કબજે કર્યું હતું. પોલીસે આરોપીની પૂછપરછ કરતાં શહેરના શાહઆલમનો મુજી મુખ્ય સપ્લાયર હોવાનું ખુલ્યુ છે. કારંજ પોલીસે ગુનો દાખલ કરીને ડ્રગ્સ આપનારની વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે કારંજ પોલીસના PI ડી વી તડવીને બાતમી મળી હતી કે જાન સાહેબની ગલીમાં હોટલ બાલવાસની ગલીના નાકે એક શખ્સ MD ડ્રગ્સનું વેચાણ કરી રહ્યો છે. પોલીસે બાતમીને આધારે આરોપી શખ્સને ઝડપી તેની પાસે તપાસ કરતા તેની પાસેથી 1.70 લાખ રૂપિયાની કિંમતનો 17 ગ્રામ MD ડ્રગ્સના પાવડરનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે આરોપીનું નામ પૂછતાં મોઈનખાન ઉર્ફ પાપા મુસ્તાકખાન પઠાણ  હોવાનું જણાવ્યું હતું.પોલીસ પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે એમડી ડ્રગ્સનો જથ્થો પીરકમલ ચાર રસ્તા શાહઆલમ ટોલનાકા પાસે રહેતા મુજી પાસેથી લાવ્યો હતો.
આગળનો લેખ
Honda Motorcycle રજૂ કરે Graziaની Sports એડિશન, જાણો શું છે ભાવ ...