શનિવાર, 4 ફેબ્રુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified મંગળવાર, 9 ફેબ્રુઆરી 2021 (11:40 IST)

અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં ટપોરી યુવકે મહિલાને બાથમાં ભરી લીધી, આવેગમાં આવીને મહિલાની ટીશર્ટ ફાડી નાંખી

અમદાવાદ શહેરના ગીતા મંદિર વિસ્તારમાં ત્યક્તા મહિલા એક્ટિવા લઈને દુકાન પર ચા લેવા માટે ગઈ હતી. ત્યારે આ વિસ્તારના ટપોરી યુવકે નજીક આવીને મહિલાને બાથમાં ભરી લીધી હતી. થોડીક વારમાં જ યુવક એટલો આવેગમાં આવી ગયો હતો કે તેણે જાહેર રસ્તા પર મહિલાની ટી શર્ટ ફાડી નાંખી હતી. આ દરમિયાન મહિલા પોતાની આબરુ બચાવવા નીચે બેસી ગઈ તો ટપોરી યુવક તેને માર મારવા લાગ્યો હતો. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 
આબરુ બચાવવા મહિલા નીચે બેસી જતાં ટપોરીએ મારઝુડ કરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના ગીતા મંદિર વિસ્તારમાં રહેતી 30 વર્ષિય મહિલાના થોડા વર્ષ અગાઉ છુટા છેડા થયાં હતાં. હવે તે પોતાના પિયરમાં રહે છે. રોજની જેમ આ મહિલા પોતાના ઘરની નજીકમાં આવેલી ચાની કિટલી પાસે ચા લેવા માટે ગઈ હતી. આ મહિલા ચા લેવા માટે કિટલી પાસે પહોંચી ત્યારે આ જ વિસ્તારમાં રહેતો ટપોરી તેની પાસે આવ્યો હતો અને મહિલાને બાથમાં ભરી લીધી હતી. મહિલા કંઈ સમજે તે પહેલાં જ હેરી નામનો ટપોરી એટલો આવેગમાં આવી ગયો હતો કે તેણે મહિલાની ટી શર્ટ ફાડી નાંખી હતી. કપડાં ફાટી જતાં મહિલા પોતાની આબરુ બચાવવા નીચે બેસી ગઈ હતી. જેથી હેરી નામના ટપોરીએ આ મહિલાને માર મારવાનું શરુ કર્યું હતું. આ બનાવ દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ જતાં હેરી ત્યાંથી ભાગી ગયો હતો. મહિલાની ફરિયાદને આધારે કાગડાપીઠ પોલીસે ગુનો નોધીને તપાસ હાથ ધરી છે.