શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 7 એપ્રિલ 2017 (10:45 IST)

સીરિયામાં કેમિકલ અટેક પછી અમેરિકાએ દાગી 60 મિસાઈલો, હુમલાનો VIDEO રજુ

ગૃહ યુદ્ધની આગમાં દાઝેલા સીરિયામાં રાસાયણિક હથિયાર હુમલા પછી અમેરિકાએ હવાઈ હુમલો શરૂ કરી દેવામાં આવ્યો છે. અમેરિકી અધિકારીઓએ જણાવ્યુ કે ગુરૂવારે રાત્રે અત્યાર સુધી અમેરિકાએ સીરિયાઈ સરકારના હવાઈ મથકો પર 60થી વધુ મિસાઈલો દાગી ચુક્યા છે. 
 
અમેરિકાએ આ દરમિયાન સીરીયાના મોટા સૈન્ય એરપોર્ટ અને રન-વેને નિશાના ઉપર લીધા છે. આ સિવાય ફયુલ ડીપોને પણ નષ્ટ કરી દીધો છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પની આ સૌથી મોટી કાર્યવાહી છે. આ વખતે પહેલીવાર વ્હાઇટ હાઉસે સીરીયાના રાષ્ટ્રપતિ બશર અલ અશદના નજીકના સૈન્ય ઠેકાણા પર આ પ્રકારની મોટી કાર્યવાહી કરી છે. આ બાબતે દેશના લોકોને ટ્રમ્પે સંબોધન કરી વિશ્વાસમાં પણ લીધા છે.
 
અમેરિકાએ ગૃહયુદ્ધની આગમાં સળગી રહેલા સીરીયામાં રાસાયણીક હથિયાર હુમલા બાદ હવાઇ હુમલા શરૃ કરી દીધા છે. ગઇકાલ રાતથી અત્યાર સુધીમાં 60 જેટલી મિસાઇલો છોડી છે. સીરીયા સામે અમેરિકાએ પહેલી વખત કાર્યવાહી કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે સીરીયા, યમન અને ઇરાકમાં સૈન્ય કાર્યવાહીનો આદેશ આપી ઉત્તર કોરીયા અને ઇરાન જેવા દેશોને આકરો સંદેશ આપ્યો છે કે જો તેઓ આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ કરશે તો તેમની વિરૃધ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.
 
      અત્રે એ નોંધનીય છે કે સીરીયામાં તાજેતરમાં રાસાયણીક હુમલો થયો હતો જેમાં 30 બાળકો અને 20 મહિલાઓ સહિત 100 લોકોના મોત થયા હતા. અમેરિકી અધિકારીઓના કહેવા મુજબ સીરીયાની સરકાર તરફથી કરવામાં આવેલા આ હુમલાના જવાબમાં અમેરિકાએ આ કાર્યવાહી કરી છે