શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 26 ઑક્ટોબર 2019 (15:13 IST)

દિવ્યાંગોના જીવનમાં ઉજાસ પાથરવાનું કામ થયું, જેનું સૌભાગ્ય મને સાંપડ્યું: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસથી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે ગઇકાલે ગાંધીનગરમાં વિકાસના કાર્યોનું લોકાર્પણ કર્યા બાદ આજે અમદાવાદના સાઉથ બોપલ ખાતે અમિત શાહની સભાનું આોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સભાને સંબધોન કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દિવાળીના પર્વના ધનતેરસના દિવસે સૌને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં જેના જીવનમાં નાની મોટી ખોટ છે, તેમના પ્રત્યે સંવેદના દાખવી માનવતાવાદી પગલા લઇ સામાજિક અધિકારિતા વિભાગ દ્વારા દિવ્યાંગજનોને સાઘન-સહાય આપીને આજે દિવ્યાંગોના જીવનમાં ઉજાસ પાથરવાનું કામ થયું છે. જેનું સૌભાગ્ય મને સાંપડ્યું છે, તેનો મને આત્મ સંતોષ છે.
તેમણે જણાવ્યું કે આ વ્યવસ્થા ત્યારે થાય જયારે હૃદયમાં કરૂણા અને ગરીબો પ્રત્યે સંવેદના હોય, દિવ્યાંગો પ્રત્યેનો કરૂણા ભાવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનમાં છે, એટલે વડાપ્રધાન બન્યા પછી ક્ષતિગ્રસ્તોને દિવ્યાંગો નામ આપી તેમને સન્માન જનક જીવન જીવવાની સૌથી મોટી ભેટ આપી તેમના જીવનમાંનું અંધારુ દૂર કરીને આજવાળું પાથરાયું છે. છેલ્લા 5 વર્ષમાં 14 લાખ લોકોના જીવનમાં અજવાળું પથરાયું છે. અને આવનારા પાંચ વર્ષમાં 30 લાખ લોકો સુઘી આવી સાઘન-સહાયનો લાભ પહોંચાડવાનો છે. 
 
ગૃહ મંત્રીએ સુગમ્ય ભારત યોજનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, દિવ્યાંગજનોને જાહેર સ્થળોએ, જાહેર ભવનોમાંતમામ સ્થળે સુવિધાઓ મળી રહે તેવા પ્રાવધાન કર્યા છે. તેમણે દિવ્યાંગજનોને નિરાશા છોડીને ઇશ્વરે આપેલ એક ક્ષતિની સામે અનેક શક્તિઓ બક્ષી છે. તેને શોધીને તેનો વિકાસ કરવા અને સૌનો સાથ સૌના વિકાસની યાત્રામાં જોડાવવા પર ભાર મુક્યો હતો. તેમણે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી થાવરચંદ ગેહલોતને પોતાના મત વિસ્તારમાં 4500 જેટલા દિવ્યાંગજનોના જીવનમાં ઉપયોગી ઉપકરણો આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પ્લાસ્ટિક મુકત જિલ્લો બનાવવા ઉપસ્થિત મહિલાઓને હાથ ઉંચો કરાવી કાપડની થેલી હવે, ફેશન બનશે, તેમ જણાવી નાગરિકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને શાકભાજી તેમજ કરિયાળું કાપડની થેલીમાં લાવવા સંકલ્પ લેવડાવ્યો હતો. મારા સંસદીય મત વિસ્તારને 5 વર્ષમાં સૌથી વઘુ વિકસિત વિસ્તાર તરીકે વિકસાવાશે. તેમણે ભૂગર્ભમાં ઉંડા ગયેલા પાણીમાં ફલોરાઇડથી થતાં રોગો દૂર કરવા દરેક ઘરમાં પાઇપલાઇનથી પીવાનું શુઘ્ઘ પાણી પહોંચાડશે, કહી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.
 
દિવ્યાંગ શબ્દને આપનાર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના શાસનકાળમાં ઉભા થઇ ચાલી ન શક્તા અનેક દિવ્યાંગોને ચાલતા કરવાનું ઉમદા કામ કરવામાં આવ્યું છે, તેવું કહી કેન્દ્ર સરકારના સામાજિક અધિકારિતા વિભાગના મંત્રી થાવરચંદ્ર ગેહલોતએ જણાવ્યું હતું કે, અત્યાર સુઘી દેશમાં 857 કરોડના ખર્ચે કરીને 14 લાખ દિવ્યોગોને તેમની દિવ્યાંગતાને તેવી જરૂરિયાત મુજબના સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉભા થઇ ચાલી ન શકતા દિવ્યાંગોને મોટરરાજઇડ ટ્રાયસિકલ આપવામાં આવી છે. એક મોટરરાજઇડ ટ્રાયસિકલની કિંમત 37 હજાર રૂપિયા છે. અત્યાર સુધીમાં દેશમાં 12 હજાર અને ગુજરાતમાં 594 મોટરરાજઇડ ટ્રાયસિકલ આપવામાં આવી છે. 
 
14 વર્ષ કરતાં પહેલા આ યોજનાઓ લાગું કરવામાં આવી હતી. તેમ છતાં તે સરકાર દ્વારા દિવ્યાંગો ઉપર કોઇ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું ન હતું, તેવું કહી કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતએ જણાવ્યું હતું કે, દેશમાં 2200થી વધુ 5થી 6 વર્ષના બાળકોને કોકિલિયરનું ઓપરેશન કરવામાં આવ્યા છે. જેમાં એક ઓપરેશન પાછળ 6 લાખ રૂપિયાનો ખર્ચે કરવામાં આવે છે. આ ઓપરેશન થકી બેહરાને સાંભળતા, બોબળાને બોલતા કરવામાં આવ્યા છે. દિવ્યાંગ અધિકાર વિધેયક-2016 અંતર્ગત દિવ્યાંગતાની શ્રેણિયોઓ 7થી વધારીને 21 કરી દેવામાં આવી છે. દિવ્યાંગો માટે 3 પ્રતિશત આરક્ષણને વધારીને 4 ટકા કરી દેવામાં આવી છે. તેવું કહી દિવ્યાંગો માટેની વિવિધ યોજનાની પણ વિસ્તૃત વાત કરી હતી. 
 
દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી રાજયના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું કે, અગાઉની સરકારકમાં દિવાળીના તહેવારો અને વેકેશનમાં નેતાઓ વિદેશ તથા અન્ય પર્યટક સ્થળોએ ફરવા જતાં હતા. પરંતું દેશના વિકાસની ચિંતા કરતાં ગુજરાતના સપુત અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કાર્ય પ્રણાલીની ડિક્શનરીમાં રજા નામનો કોઇ શબ્દ નથી. દેશના વિકાસ –રક્ષણમાટે સતત કાર્યશીલ વડાપ્રધાન સાથે આપણા સાસંદ અને ગૃહ મંત્રી અમિતભાઇ શાહ સતત ખભેથી ખભો મિલાવી કામ કરી રહ્યાં છે. 
 
દેશના 70 વર્ષના જુના જમ્મુ – કાશ્મીર માંથી કલમ-370 દૂર કરીને ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઇ પટેલના અખંડ ભારતના સ્વપ્નને વડાપ્રધાન અને ગૃહ મંત્રી અમિત શાહે પુરા કર્યા છે. કલમ- 370 દૂર થયા બાદ પણ વિરોધીઓ કહેતા હતા તેવી લોહીની નદીઓ કે અન્ય કોઇ અશાંતિતથા આરાજક્તા ફેલાઇ નથી, તેના માટે આપણા ગૃહ મંત્રીની ચાણક્ય નિતીથી શક્ય બન્યું છે.
 
ગાંધીનગર જિલ્લા કલેકટર કુલદીપ આર્યએ મહાનુભાવોનું સ્વાગત કરીને જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં ભારત સરકારની વયોશ્રી અને એડીપી યોજના અંતર્ગત સાચા અને જરૂરિયાત મંદ લાભાર્થીઓની ઓળખ કરવાજુલાઇ- ઓગષ્ટ માસ દરમ્યાન કુલ – 18 કેમ્પો યોજવામાં આવ્યા હતા. આ કેમ્પોમાં એલ્મિકો અને સ્થાનિક ર્ડાકટરોની મદદથી દિવ્યાંગો અને વયોશ્રીઓની સહાય માટે પાત્રતા નક્કી કરવામાં આવી હતી. આ કેમ્પ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં એડીપી યોજના અતંર્ગત 3620 દિવ્યાંગો અને એડીપી યોજના અંતર્ગત 1164 વયોશ્રીઓને નક્કી કરીને તેમને જરૂરિયાત હોય તેવી સાધન સહાયનું આજે વિતરણ કરવામાં આવ્યું છે. ભારત સરકારની એડીપી યોજના અંતર્ગત આજે અહી કલોલ ખાતે ગાંધીનગર જિલ્લાના 3620 લાભાર્થીઓને રૂપિયા 4 કરોડ, 27 લાખ અને 86 હજારથી વધુની કિંમતની સાધન- સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે.
 
ગૃહ મંત્રી અમિતભાઇ શાહેના કલોલ એ.પી.એમ.સી. ખાતે રૂપિયા 1 કરોડના ખર્ચે નિર્માણ પામનાર એ.પી.એમ.સી.ની ઓફિસનું ખાતમહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ રૂપિયા 25 લાખના ખર્ચે તૈયાર થયેલ ડાઇનીંગ હોલ તથા 50 લાખના ખર્ચે તૈયાર થયેલ આરામગૃહનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત કલોલ ગાયત્રી મંદિર નજીક રૂપિયા 65 લાખના ખર્ચે તૈયાર થયેલ ઓવરબ્રિજનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દિવ્યાંગ વ્યક્તિઓને સાઘન-સહાયનું પણ વિતરણ કરાયું હતું.
 
આ પ્રસંગે રાજય ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા, સામાજિક ન્યાય અને અઘિકારિતા વિભાગના મંત્રી ઇશ્વરભાઇ પરમાર, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, સાસંદ સભ્ય હસમુખભાઇ પટેલ અને શારદાબેન પટેલ, ધારાસભ્ય શંભુજી ઠાકોરતથા શ્રીકરશનભાઇ સોંલકી, કેન્દ્ર સરકારના સામાજિક અઘિકારીતા વિભાગના સચિવ પ્રમોદ શેઠ, એલ્મિકોના જનરલ મેનેજર શેઠ, જિલ્લા વિકાસ અઘિકારી આર.આર.રાવલ સહિત પદાઘિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં દિવ્યાંગજનો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતાં.