બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 29 ઑક્ટોબર 2021 (18:30 IST)

31 ઓક્ટોબરના રોજ નર્મદા મૈયાની મહાઆરતીનુ આયોજન, અમિત શાહ હાજરી આપે તેવી શક્યતા

31 ઓક્ટોબરના રોજ એકતા દિવસ છે અને આ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી હાજર રહેવાના હતા પરતું તેમના વિદેશ પ્રવાસને લઈને તેમનો ગુજરાત પ્રવાસ મોકુફ થયો છે, હવે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આ દિવસે ગુજરાત આવે તેવી ચર્ચા છે અને રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ એકતા દિવસની ઉજવણીમાં હાજર રહેશે
 
આ ખાસ દિવસે નર્મદા ગોરા ઘાટ ખાતે નર્મદા મૈયાની મહાઆરતીનું આયોજન કરાયું છે જેને લઈને કેવડિયાના ગોરા ઘાટ ખાતે અંદાજિત 14 કરોડના ખર્ચે નવનિર્મિત નર્મદા ઘાટ પણ તૈયાર કરાયો છે, મહત્વનું છે કે ગંગા મૈયાની હરિદ્વાર અને વારાણસીમાં થતી મહાઆરતીની જેમ નર્મદા મૈયાની મહાઆરતી થશે, વિશ્વની એકમાત્ર જીવંત નદીનું બિરૂદ નર્મદા એકમાત્ર એવી નદી છે જેની વિશ્વમાં પરિક્રમા થાય છે અને જેના દર્શન માત્રથી જ પાવન થવાય છે.