1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 18 ફેબ્રુઆરી 2023 (14:01 IST)

સાયલા નજીક ગાડીચાલકને આંતરી લૂંટારાઓએ અંદાજે 1400 કિલો ચાંદીની લૂંટ ચલાવી

Around 1400 kg of silver was looted from a cab driver near Saila by local robbers.
રાજકોટ-અમદાવાદ હાઇવે પર સાયલા નજીક લૂંટની ઘટના સામે આવી છે. કીમતી મુદ્દામાલ ભરેલા વાહનને આંતરી ત્રણ કારમાં આવેલા લૂંટારાઓએ અંદાજે 1400 કિલો ચાંદીની તેમજ ઈમિટેશન જ્વેલરીની લૂંટ ચલાવી હતી. આ ઘટનાને પગલે રાજકોટ રેન્જ આઇજીની સૂચના મુજબ SPના સુપરવિઝન હેઠળ અલગ-અલગ 15થી 17 ટીમ બનાવી નાકાબંધી કરી છે. અંદાજિત 3.80 કરોડની કિંમતની ચાંદીની તેમજ ઈમિટેશન જ્વેલરીની લૂંટ ચલાવવા મામલે પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

સુરેન્દ્રનગરના સાયલા હાઇવે પર રૂ. 3 કરોડ 88 લાખની ચાંદી અને ઇમિટેશન જ્વેલરીની લૂંટની ઘટનાથી ચકચાર મચી છે. આ ઘટનાને પગલે રાજકોટ રેન્જ આઇ.જી.અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસવડા હરેશ દૂધાત, એલસીબી અને એસઓજી પીઆઇ સહિત રાજકોટ રેન્જ આઇજીની 15થી 17 ટીમ દ્વારા નાકાબંધી કરવાની સાથે ત્રણ ગાડીમાં આવેલા લૂંટારાઓને ઝબ્બે કરવાની તજવીજ હાથ ધરાઇ છે. આ લૂંટની ઘટનાથી સમગ્ર સાયલા હાઇવે પોલીસ-છાવણીમાં છવાઈ ગયો હતો.રસ્તા વચ્ચે ત્રણ ગાડીવાળાએ એક ફોર-વ્હીલ ગાડીચાલકને રોક્યો હતો. બે લોકો ગાડીચાલકને અજાણી જગ્યાએ લઈ ગયા હતા. ત્યાર બાદ ગાડીમાં જે કુરિયરનો જ્વેલરીનો સામાન હતો એ લઈને ફરાર થઈ ગયા હતા. આશરે 3 કરોડ 80 લાખની કિંમતની ચાંદીની તેમજ ઈમિટેશન જ્વેલરીની લૂંટ થઈ છે. આ ચકચારી ઘટના બાદ રાજકોટ રેન્જની 15થી 17 ટીમ દ્વારા સમગ્ર પંથકમાં નાકાબંધી કરી લૂંટારાને ઝબ્બે કરવાનાં ચક્રો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.રાજકોટના રણછોડનગર શેરી નંબર 4માં આવેલ ન્યુઝ એર સર્વિસ નામની પાર્સલ ઓફિસ ખાતે પોલીસની ટીમ પહોંચી છે અને સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. સાથે જ અલગ અલગ હાઇવે પરના સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે. હાઇવે પર પણ નાકાબંધી કરવામાં આવી છે. પાર્સલ ઓફિસથી શરૂ કરી હાઇવે સુધી તમામ સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે. આ તપાસમાં ગાડી પાર્સલ ભરી રાત્રિના 9.40 વાગ્યે રણછોડનગરમાંથી રવાના થઈ હોવાનું સામે આવતા તે પહેલા અને પછીના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે.