1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 માર્ચ 2017 (11:45 IST)

બેટી બચાઓ બેટી પઢાઓની મોટી મોટી ગુલબાંગો , આધાર ન હોવાથી ધો.2ની સ્ટુડન્ટને પરીક્ષામાં ન બેસવા દેવાની ધમકી

એક તરફ બેટી બચાઓ બેટી પઢાઓની મોટી મોટી ગુલબાંગો ફૂંકવામાં આવી રહી છે તો બીજી બાજુ શાળાઓ પોતાની મનમાની કરીને બાળકીઓના અભ્યાસ પર પાણી ફેરવી રહી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે જસદણનાં શિવરાજપુર ગામ જવાના રસ્તે આવેલી સેન્ટ આલફોન્સા કોન્વેન્ટ સ્કૂલના પ્રિન્સિપાલે એક દીકરીને આધારકાર્ડ ન હોવાથી પરીક્ષા ન આપવા દેવાનું કહી દીધું છે. 

ધો.2ની પરીક્ષા આપવાની ના પાડતા મા વગરની માસુમ દીકરી ડઘાઈ ગઈ હતી. આ અંગેની જાણ વિદ્યાર્થિનીનાં પિતાને થતા તેઓ ખાનગી સ્કૂલે દોડી ગયા હતા પરંતુ, વિદ્યાથીનીનાં વાલીની ફરિયાદ સ્કૂલનાં સંચાલકોએ સાંભળવાના બદલે વિદ્યાર્થિનીનું ભવિષ્ય બરબાદ કરી નાખવાની ધમકીનો સમગ્ર મામલો જસદણ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સુધી પહોચ્યો હતો.  અંગે ભોગ બનનાર ધો.2માં અભ્યાસ કરતી ફેનીનાં પિતા અમિતકુમાર નવનીતચંદ્ર રાવલે જસદણ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.ડી.રામાનુજને આપેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની દીકરી ફેનીએ સેન્ટ આલફોન્સા કોન્વેન્ટ સ્કૂલમાં 5 વર્ષ પહેલા પ્લેહાઉસમાં પ્રવેશ લીધો છે પરંતુ સ્કૂલનાં સંચાલકો દ્વારા ગત વર્ષથી તેમની દીકરી ફેનીને અગમ્ય કારણોસર સતત ટોર્ચરિંગ કરવામાં આવે છે.  તેના ભવિષ્ય સાથે છેડા થતા હોય તેવું લાગે છે. તેમજ આ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે પણ અન્યાય કરવામાં આવી રહ્યો છે.