ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 15 સપ્ટેમ્બર 2021 (13:19 IST)

ગુજરાતમાં આજે નવા મંત્રીઓના શપથ ગ્રહણમાં નિતિન પટેલના નામ પર સસ્પેંસ કાયમ

ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન બાદ હવે નવા મંત્રીઓનો શપથ લેવાનો વારો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ના પ્રવક્તા યમલ વ્યાસનું કહેવું છે કે આજે બપોરે લગભગ 2 વાગ્યે ગાંધીનગરમાં ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં જોડાયેલા નવા મંત્રીઓને  પદ અને ગોપનીયતાના શપથ લેવડાવવામાં આવશે. જોકે ઉલ્લેખનીય છે કે નવા મંત્રીઓના નામની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.
 
શનિવારે વિજય રૂપાણીના અચાનક રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલે સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તે દિવસે માત્ર મુખ્યમંત્રીએ શપથ લીધા હતા.
 
ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ છેલ્લા બે દિવસથી ગાંધીનગરમાં મેરેથોન બેઠકો યોજી રહ્યા છે. જેથી નવા મંત્રીમંડળમાં સમાવિષ્ટ થનારા નામોને અંતિમ રૂપ આપી શકાય. એવી અટકળો છે કે પટેલ તેમના મંત્રીમંડળમાં ઘણા નવા ચહેરાઓને સામેલ કરશે અને ઘણા જૂના નેતાઓએ યુવા નેતાઓ માટે જગ્યા ખાલી કરવી પડી શકે છે. આવી સ્થિતિમાં નીતિન પટેલ જેવા નામ પર સસ્પેન્સ કાયમ છે. 
 
પટેલને રવિવારે સર્વસંમતિથી ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા અને સોમવારે ગાંધીનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા તેમને રાજ્યના 17 મા મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવવામાં આવ્યા હતા. ભુપેન્દ્ર પટેલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના વર્તમાન રાજ્યપાલ આનંદીબેન પટેલની નિકટના માનવામાં આવે છે. ડિસેમ્બર 2022 માં યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ પહેલા ભાજપે પાટીદાર સમાજને ખુશ કરવા માટે આ કાર્ડ રમ્યું છે.