રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 23 નવેમ્બર 2023 (09:56 IST)

Edible oil - કમરતોડ મોંઘવારીમાં મોટી રાહત

- બે મહિનામાં સીંગતેલના ભાવમાં રૂ.500નો ઘટાડો થયો
- દિવાળી બાદ ગૃહિણીઓ માટે આનંદના સમાચાર 
- સીંગતેલનો ભાવ રૂ.3200થી 2700 પહોંચ્યા 
 
દિવાળી બાદ ગૃહિણીઓ માટે આનંદના સમાચાર આવ્યા છે. આ મહિનામાં તમારું ખાદ્ય તેલનું બજેટ થોડું ઘટી શકે છે. કારણ કે, સીંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

દિવાળી બાદ તરત જ સીંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બે 40 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. માહિતી મુજબ છેલ્લા બે મહિનામાં સીંગતેલના ભાવમાં રૂ.500નો ઘટાડો થયો છે. આ તરફ હવે ગૃહિણીઓને મોટી રાહત મળી છે
 
સિંગતેલનો ડબ્બો 2625 થી ઘટીને 2585 સુધી પહોંચ્યો છે. જોકે, વેપારીઓનું કહેવું છે કે, સીંગતેલના ભાવમાં હજુ ઘટાડો થવાનો અંદાજ છે. દિવાળી પહેલા ભાવ 2700 આસપાસ હતો. છેલ્લા 10 દિવસમાં સિંગતેલનો ડબ્બો 90 રૂપિયા જેટલો ઘટ્યો છે.