મંગળવાર, 12 ઑગસ્ટ 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 26 એપ્રિલ 2023 (18:46 IST)

બિહારના નાયબ સીએમ તેજસ્વી યાદવની મુશ્કેલી વધી, ગુજરાતીઓને ઠગ કહેવું ભારે પડ્યું

Bihar Deputy CM Tejashwi Yadav
22 માર્ચ 2023ના રોજ આપેલા નિવેદનને લઈને અમદાવાદ મેટ્રો કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી
આ ફરિયાદને લઈને હવે પહેલી મેના રોજ સુનાવણી હાથ ધરાશે
 
અમદાવાદઃ મોદી સરનેમને લઈને માનહાની કેસમાં રાહુલ ગાંધીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ત્યારે હવે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે અમદાવાદ મેટ્રો કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગુજરાતીઓને ઠગ કહેવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદને લઈને હવે પહેલી મેના રોજ સુનાવણી હાથ ધરાશે. 
 
ગુજરાતીઓને બદનામ કરવાનો પણ આરોપ 
બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે 22 માર્ટ 2023ના રોજ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે ગુજરાતીઓને ઠગ કહ્યા હતાં. કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં ગુજરાતીઓનું અપમાન કર્યું હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત ગુજરાતીઓને બદનામ કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. 
 
તેજસ્વી યાદવ સામે કડક કાર્યવાહી કરવાની માંગ
અરજદારે કોર્ટમાં તેજસ્વી યાદવ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમજ કલમ 499 અને 500 હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદને લઈને આગામી પહેલી મેના રોડ અમદાવાદ મેટ્રો કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.