સંબંધિત સમાચાર
- વધુ માર્જિન સાથે ભાજપને જીતાડી સત્તા પર લાવોઃ અમિત શાહ
- વિદ્યાર્થીને નમો ટેબલેટને બદલે માત્ર ચાર્જર મળ્યું, બોક્સમાંથી નિકળી સરકારી જાહેરાતો
- મોદીએ આદીવાસીઓને આપેલા આશ્વાસનો પોકળ નિકળ્યાં, કોન્ટ્રાક્ટરે સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી પરથી 200 આદીવાસીઓને છુટાં કર્યાં
- સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવેલા પ્રવાસીઓને અવ્યવસ્થાનો અનુભવ, પાસ કે ટિકિટની નથી કોઈ વ્યવસ્થા
- 14 વર્ષની છોકરીના પિતાએ ટ્યુશનમાં આવતી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ સાથે અડપલાં કર્યાં
સ્ત્રીસશક્તિકરણની માત્ર વાતો? 26 બેઠકો માટે નિમેલા 78 પ્રભારી-ઈન્ચાર્જ-સહ ઈન્ચાર્જમાં એક પણ મહિલાને સ્થાન નહીં
દેશમાં ત્રણ રાજ્યોમાં ચૂંટણીના ઢોલ પીટાઈ રહ્યાં છે. ત્યારે સૌની નજર ગુજરાત પર છે. ગત લોકસભામાં ગુજરાતની 26 બેઠકો જીતીને ભાજપે કોંગ્રેસના સૂપડા સાફ કરી નાંખ્યાં હતાં. પરંતું હવે ભાજપે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં મળેલી જીત છતાં હારને ફરીથી ભવ્ય જીતમાં તબદીલ કરવા માટે ભાજપે પણ તૈયારીઓ આરંભી છે. તેના ભાગરૂપે ભાજપે રાજ્યની તમામ 26 લોકસભા બેઠકો જીતવા કમર કસી છે. આ માટે તમામ લોકસભા બેઠકો માટે 26 પ્રભારીઓની નિમણૂંક કરી દીધી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. વાઘાણીએ જણાવ્યું કે, રાજ્યની 26 લોકસભા બેઠક માટે એક પ્રભારી ઉપરાંત ઈન્ચાર્જ અને સહ ઈન્ચાર્જની પણ નિમણૂક કરવામાં આવી છે. આ તમામ બેઠક પર નેતાઓની જવાબદારી નક્કી કરવામાં આવી છે. ભાજપે જેમને પણ જવાબદારી આપી છે, તેઓ ભાજપને જીત અપાવવા માટે અત્યારથી જ કામગીરી શરૂ કરી દેશે તેવો વાઘાણીએ વિશ્વાસ દાખવ્યો હતો. ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કરીને રાજ્યની તમામ 26 બેઠકો પર જીત મેળવીને કોંગ્રેસના સૂપડાં સાફ કરી નાંખ્યાં હતાં. જો કે મજાની વાત એ છે કે, ભાજપે 26 લોકસભા બેઠકો માટે 26 પ્રભારી, 26 ઈન્ચાર્જ અને 26 સહ-ઈન્ચાર્જ નિમ્યા તેમાં એક પણ મહિલા નથી. ભાજપ મહિલા સશક્તિકરણની વાતો કરે છે પણ જવાબદારી આપવાની વાત આવે ત્યારે તેને મહિલાઓ યાદ નથી આવતી તેનો આ પુરાવો છે.
