બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 1 નવેમ્બર 2018 (12:04 IST)

14 વર્ષની છોકરીના પિતાએ ટ્યુશનમાં આવતી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ સાથે અડપલાં કર્યાં

વડોદરામાં પાણીગેટ વિસ્તારની પોલીસે સ્કૂલમાં ભણતી છોકરીઓ સાથે અડપલાં કરનારા 45 વર્ષીય ટ્યૂશન ટીચરની ધરપકડ કરી હતી. પોલીસે આપેલી માહિતી મુજબ, 14 વર્ષની છોકરીનો પિતા સંદીપ રાવ કાલેસ્કરે તેના ત્યાં ટ્યૂશન માટે આવતી 7 જેટલી પ્રાથમિક સ્કૂલની વિદ્યાર્થીઓની સાથે અડપલાં કર્યા છે. પોલીસે જણાવ્યું કે, સંદીપ પ્રાથમિક શાળાના બાળકોનું ટ્યૂશન લેતો જ્યારે તેના સાસુ-સસરા ધોરણ 8થી ઉપરના ધોરણના વિદ્યાર્થીઓને ભણાવે છે. આરોપી સંદીપ અને તેના સાસુ-સસરા એક જ ઘરમાં પણ અલગ અલગ રૂમમાં ભણાવતા હોવાથી તેની કરતૂતોની જાણ ન થઈ.જ્યારે વિદ્યાર્થીઓ ટ્યૂશન માટે આવતા ત્યારે સંદીપ છોકરીઓને અલગ રૂમમાં લઈ જઈને તેમની શારીરિક પજવણી કરતો અને વિદ્યાર્થિનીઓને આ વિશે કોઈને જાણ ન કરવા ધમકાવતો હતો. જો કે, બે વિદ્યાર્થિનીઓએ પોતાના માતા-પિતાને સંદીપની હરકતો અંગે જાણ કરી ત્યારે ખુલાસો થયો કે તેણે અન્ય વિદ્યાર્થિનીઓની પણ છેડતી કરી છે. પરંતુ સંદીપે ધમકી આપી હોવાથી પીડિતા વિદ્યાર્થિનીઓએ ક્યારેય માતા-પિતાને જણાવવાની કોશિશ ન કરી.રોષે ભરાયેલા છોકરીઓના મા-બાપ બુધવારે સવારે સંદીપના ઘરે પહોંચ્યા ત્યાં થોડી ચડભડ બાદ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ દાખલ કરી. પોલીસે કહ્યું કે, ધરપકડના ભયથી સંદીપ જંબુસર ભાગી ગયો. પાણીગેટ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એન. વી. વાઘેલાએ કહ્યું કે, “અમે જ્યારે સંદીપના ઘરે તેને પકડવા ગયા ત્યારે તે ફરાર થઈ ગયો હતો. અમારા સૂત્રો તરફથી બાતમી મળી કે તે જંબુસર નાસી ગયો છે એટલે એક ટીમ તેને પકડવા ત્યાં ગઈ. હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે.”