શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 8 ઑગસ્ટ 2023 (13:47 IST)

સુરતમાં BRTS બસમાં મહિલાઓ વચ્ચે મારામારી

સુરતમાં BRTS મહિલાઓ વચ્ચે છુટાહાથની મારામારી, એકબીજાના વાળ ખેંચી બિભત્સ ગાળો બોલી
સુરતના બીઆરટીએસ બસની અંદર મહિલાઓ વચ્ચે છૂટાહાથની મારામારી થતી હોવાની ઘટના સામે આવી છે. મહિલાઓ બસની અંદર બાખડતી હોવાનો વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં જોવા મળે છે કે, BRTS બસમાં પગ મૂકવાની જગ્યા નથી અને મહિલાઓ ઘમસાણ પર ઊતરી આવી છે.

મહિલાઓ એકબીજાના વાળ ખેંચી ગાળો બોલી છૂટાહાથની દેવાવાળી કરતી નજરે પડે છે.સુરતના રેલવે સ્ટેશનથી સરદાર માર્કેટ તરફના રૂટ તરફ જતી બીઆરટીએસ બસમાં મહિલાઓ છૂટાહાથની મારામારી કરવા લાગી હતી. બસની અંદર બે મહિલાના ગ્રૂપ વચ્ચે અચાનક મારામારી શરૂ થઈ ગઈ હતી.એક તરફ સુરતની બીઆરટીએસ બસમાં પગ મૂકવાની પણ જગ્યા ન હોય તેવામાં મહિલાઓના બે ગ્રૂપ વચ્ચે છૂટાહાથની મારામારી સર્જાઈ હતી.

મારામારીનો આ વીડિયો બસમાં એક વ્યક્તિએ બનાવી લેતા તેને વાઇરલ કરાયો હતો. મહિલાની મારામારીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.મહિલાઓ વચ્ચે થયેલી મારામારીમાં જાણવા મળ્યું છે કે, બીઆરટીએસ બસની અંદર ચડતી વખતે જગ્યા બાબતે બે મહિલાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ઉગ્ર ઝઘડો થતાં મારામારી સુધી પહોંચી ગયો હતો. બંને મહિલાનાં જૂથ બસમાં ચડ્યાં પછી આમને સામને થઈ ગયાં હતાં. બંને જૂથની મહિલાઓ બસની અંદર અપશબ્દો બોલવા લાગી હતી. એકબીજાના વાળ ખેંચીને મારામારી કરવા લાગી હતી. જો કે, બસમાં સવાર અન્ય મુસાફરોએ મહિલાઓને શાંત પાડી મામલો થાળે પાડ્યો હતો.c