સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 2 ઑગસ્ટ 2023 (17:56 IST)

500 રૂપિયે કિલો વેચાતા ભજીયા માટે લાઈનમાં

500 રૂપિયે કિલો વેચાતા ભજીયા માટે લાઈનમાં ઉભા લોકો - સુરતમાં હાલ વરસાદી માહોલ ચાલી રહ્યો છે તેથી સુરતના ડુમસ બીચ પર ટામેટાના ભજિયાનો ભાવ ₹500 કિલો થઈ ગયા છે. સામાન્ય દિવસોમાં આ ભજીયાનો ભાવા 400 રૂપિયા કિલો છે. પણ ટામેટાના ભાવ આસમાને હોવાના કારણે આ ભજિયાનો પ્રતિકિલોનો ભાવ 500 રૂપિયા પોહચી ગયો છે
 
ભજીયાનો સ્વાદ માણવા પડાપડી
સુરતીઓ 500 રૂપિયા કિલો વેચાતા ટામેટાના ભજિયાની મેજબાની આજે પણ માણી રહ્યા છે.  છતાં  સુરતના રસિયાઓ ટેસ્ટ માણી રહ્યા છે. ટામેટાના ભાવનો અસર સ્વાદ રસીયા સુરતીઓ પર તેની કોઈ અસર જોવા મળી રહી નથી.