શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 19 ડિસેમ્બર 2019 (15:47 IST)

બંધનું એલાન : અમદાવાદ-બનાસકાંઠામાં CAA આંદોલન હિંસક બન્યું

સિટીઝનસીપ બિલને લઈને 19 ડિસેમ્બરના રોજ અમદાવાદ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાતના સહિતના શહરોમાં CAA સામે બંધની અસર જોવા મળી છે. તો બીજી તરફ, અમદાવાદ અને બનાસકાંઠામાં આ આંદોલન હિંસક બન્યું હતું. અમદાવાદના સરદારબાગ વિસ્તારમાં દિલ્હી અને આસામની હિંસા જેવા દ્રશ્યો પળવારમાં સર્જાયા હતા. જોકે, પોલીસે તાત્કાલિક માહોલને કાબૂમાં કર્યો હતો. અમદાવાદના સરદારબાગ વિસ્તારમાં CAA સામે બંધ મામલે ચાલી રહેલું આંદોલન હિંસક બન્યું હતું. બપોરના સમયે ચાલી રહેલા આંદોલનમાં મોટો વિરોધ સામે આવ્યો હતો.

આંદોલનકારીઓએ રસ્તો બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસને આંદોલનકારીઓને રોકવા માટે લાઠીચાર્જ કરવુ પડ્યું હતું. તેમજ બળપ્રયોગ દ્વારા આંદોલનકારીઓની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે ઉમટેલા ટોળાને વિખેરવા માટે લાઠીનો પ્રયોગ કર્યો હતો. ત્યારે હિંસક આંદોલનને રોકવા માટે પોલીસે પૂરતા પ્રયાસો કર્યા હતા. બનાસકાંઠાના છાપીમાં CAB અને NRCના વિરોધમાં ચક્કાજામ કરવામાં આવ્યું હતું. ત્યારે CAB અને NRCનો વિરોધ કરી રહેલું મુસ્લિમોનું ટોળું હિંસક બન્યું હતું. હિંસક ટોળાએ પોલીસની ગાડી ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે હિંસક ટોળા સામે પોલીસ પણ લાચાર બની હતી. પરિસ્થિતિ તંગ બનતા પોલીસનો વધુ કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો છે. અમદાવાદના ત્રણ દરવાજાના માર્કેટ પાસે વેપારીઓએ સ્વંયભૂ બંધ પાડ્યો છે.

ઢાલગરવાડ અને ત્રણ દરવાજા સંપૂર્ણ બંધ છે. વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યો છે. ત્યારે તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા અહીં પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.વડોદરા નાગરિક સંશોધન બિલના વિરોધના મામલામાં મોડી રાતથી સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયા છે. જેને પગલે વડોદરા પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દીધો છે. વડોદરાના સંવેદનશીલ વિસ્તારોમાં માર્ચ પાસ્ટ, ઘોડેસવાર પોલીસ, સુરક્ષા જેકેટ સાથે પોલીસ જવાનો ગોઠવાઈ ગયા છે. ખાસ કરીને શહેરના માંડવી, ચાર દરવાજા વિસ્તાર, તાંદલજા સહિત અનેક સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તો બીજી તરફ, સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક મેસેજ કરનાર સામે સાયબર સેલ એલર્ટ પણ મૂકાયું છે. સિટીઝન એમેડમેન્ટ બિલના વિરોધમાં ગોધરા મુસ્લિમ સમાજ દ્વારા અપાયું ગોધરા બંધનું એલાન અપાયું છે. જેને પગલે ગોધરાના મુસ્લિમ બજારો આજે સજ્જડ બંધ છે. ગોધરાના પોલન બજાર, ગોન્દ્રા વિસ્તારમાં આવેલ દુકાનો બહાર બિલના વિરોધ કરતા પોસ્ટર લગાવી વિરોધ કરાયો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જિલ્લા પોલીસ વડા સહિતના મોટી સંખ્યાના પોલીસ કાફલો સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે. સિટીઝન એમેડમેન્ટ બિલના વિરોધના પગલે માંડવી વિસ્તારમાં વેપારીઓએ બંધ પાડ્યો છે. વેપારીઓએ દુકાન બંધ વિરોધ કર્યો છે. દુકાનો બંધ હોવાથી સમગ્ર બજારો ખાલીખમ લાગી રહ્યા છે. માંડવી વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જોકે, અન્ય વિસ્તારોમાં બંધની અસર નથી.