શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 6 એપ્રિલ 2017 (17:30 IST)

સુરેન્દ્ર નગરમાં ચાર વર્ષનું બાળક 250 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયું

tubewell

સુરેન્દ્રનગર જિલ્લાના કરશનગઢમાં ચાર વર્ષનું એક બાળક 250 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયું છે. બાળકને બોરવેલમાંથી બહાર કાઢવા માટે તંત્ર કામે લાગ્યું છે. આ અંગેની ફાયરબ્રિગેડને જાણ કરતાં હળવદ, અમદાવાદ અને રાજકોટની ફાયરની ટીમ બોલાવવામાં આવી છે જ્યારે એનડીઆરએફની ટીમ પણ રવાના થઈ ગઈ છે.  આ ઘટનાની જાણ થતાં આસપાસના ગામમાં રહેતા લોકો પણ મોટી સંખ્યામાં ત્યાં પહોંચી ગયા છે. બાળક રમતાં રમતાં બોરવેલમાં પડી ગયું હતું તેવું જાણવા મળ્યું છે.

કરશમગઢ ગામમાં રહેતા ભરવાડ ખોડાભાઈ રઘાભાઈની વાડી ગોવિંદભાઈ ઘેલાભાઈ ખેડતા હતાં. બપોરના બે વાગ્યાના અરસામાં ગોવિંદભાઈનો 4 વર્ષનો સાગર નામનો પુત્ર રમતા રમતા વાડીમાં આવેલા 250 ફૂટના ઊંડા બોરમાં પડી ગયો હતો. આથી તંત્રમાં દોડધામ મચી હતી.  સાગરને જીવીત રાખવા માટે દોડી આવેલી 108ની ટીમે બોરમાં ઓક્સિજન ઉતાર્યા હતાં. 4 વર્ષનાં સાગરને બચાવવા માટે અમદાવાદ અને રાજકોટથી ફાયરની ટીમ રવાના થઈ ગઈ છે.  ચાર વર્ષનું બાળક 250 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયું છે. જેને બહાર કાઢવા માટે સમગ્ર બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. જ્યારે બાળકને બાળકને ઓક્સિજન પૂરો પાડવમાં આવી રહ્યો છે. આ ઘટનાની જાણ થતાં આસપાસના ગામમાં રહેતા લોકો પણ મોટી સંખ્યામાં ત્યાં પહોંચી ગયા છે. ચાર વર્ષનું બાળક બોરવેલમાં પડતાં જ પરિવાર ધ્રૂસકે-ધ્રૂસકે રડી રહ્યો હતો. જેમને અન્ય લોકો સાંત્વના આપી રહ્યા હતાં.