સંબંધિત સમાચાર
- GSEB 12th Result 2023 - ધો. 12 સા.પ્રવાહનું પરિણામ 25મેથી 5 જૂન વચ્ચે જાહેર થઈ શકે, કામગીરી અંતિમ તબક્કામાં
- GSEB SSC Result 2023 - ધોરણ 10નું પરિણામ માત્ર એક ક્લિક પર આ રીતે ચેક કરો
- ધોરણ 10નું પરિણામ - જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તે આ કોર્સ કરી શકો છો
- GSEB 10th Result 2022 :ધોરણ 10નું પરિણામ જાહેર, રાજકોટના રૂપાવટી કેન્દ્રનું સૌથી વધુ પરિણામ
- GSEB SSC Result 2022 Link- ધોરણ 10નું પરિણામ આજે સવારે 8 વાગે થશે જાહેર? એસએસસી પરિણામ પછી આગળ આ રીતે કરો વિષયની પસંદગી
ધો.10નું પરિણામ - 25મી મે ના રોજ સવારે 8 વાગે જાહેર થશે ઘોરણ 10 નુ પરિણામ, આ રીતે જોઈ શકશો પરિણામ
ગુજરાત શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થઈ ગયું છે. હવે સામાન્ય પ્રવાહના પરિણામની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. ત્યારે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ 25મી મેએ જાહેર થશે. સવારે આઠ વાગ્યે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ http://GSEB.ORG પર પરિણામ જોઈ શકશે. તે ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સએપના માધ્યમથી પણ પરિણામ જોઈ શકશે. આ વોટ્સએપ નંબર પર 6357300971 પર સીટ નંબર મોકલી પરિણામ મેળવી શકશે.
પરિણામ જોવા માટે ક્લિક કરો
સ્ટેપ 1 - www.gseb.org ના ઓફિશિયલ વેબસાઈટ પર ક્લિક કરો
સ્ટેપ 2 - Gujarat 10th Result 2023, GSEB SSC Result 2023 tab પર જાવ
સ્ટેપ 3 - ટૈબ પર ક્લિક કરો
સ્ટેપ 4 - તમારો રોલ નંબર નાખો .. તમારી સામે પરિણમા ખુલી જશે
સ્ટેપ 5 - રિઝલ્ટને ડાઉનલોડ કરી લો.
ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર, પરિણામ જોવા અહી ક્લિક કરો
વિદ્યાર્થીઓના ગુણપત્રક અને એસઆર નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી અને દફ્તર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ગુણ ચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે.પૂરક પરીક્ષા-2023ની પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી શાળાઓને પરિણામ સાથે મોકલી આપવામાં આવશે. પૂરક પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઇન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે, જેની શાળાના આચાર્યો, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી તેવું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવાયું છે.
