સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 10 ઑક્ટોબર 2017 (11:13 IST)

ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે પેટ્રોલ ડિઝલના ભાવમાં રાતોરાત ઘટાડો કર્યો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થાય એ પહેલા  સરકાર લોકોને ખુશ કરવા પ્રયાસ કરી રહી છે. ત્યારે રાજ્ય સરકારે વધુ એકવાર પ્રજાને ખુશ કરવા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. આ મામલે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી. જેમાં પેટ્રોલમાં રૂ. 2.92 અને ડીઝલ રૂ. 2.72નો ભાવ ઘટાડો જાહેર કર્યો હતો.

જેમાં મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ પર લેવાતા 28.96% વેટ પર 4 ટકાનો ઘટાડો કરીને 67.53 પેટ્રોલનો અને 60.77 ડીઝલનો ભાવ જાહેર કર્યો હતો. પેટ્રોલ અને ડીઝલ પર નવો ભાવ આજ રાતથી(મંગળવાર) અમલી બનશે. વેટમાં ઘટાડાને કારણે સરકારની આવકમાં રૂ. 2316 કરોડનો ઘટાડો થશે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પેટ્રોલ અને ડીઝલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાવ ઘટાડો જાહેર કર્યા બાદ જણાવ્યું હતું કે, ભાવ ઘટાડાથી નાગરિકોને લાભ થશે અને સરકાર તરફથી દીવાળીની ભેટ છે. પહેલા વેટ 24% હતો જે ઘટીને હવે 20% થયો છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત પહેલું રાજ્ય બન્યું છે જેણે કેન્દ્રની અપીલ પર ડીઝલ અને પેટ્રોલના ભાવમાં ઘટાડો કર્યો છે. રાહુલની ગુજરાત મુલાકાત અંગે નીતિન પટેલે કહ્યું હતું કે, તેમના અંગે કોઈ પ્રતિક્રિયા નથી આપવી. કેમ કે તેમને જીએસટીનું મર્યાદિત જ્ઞાન છે. કાઉન્સિલ જીએસટીમાં ફેરફાર કરી શકે છે નહીં કે પાર્ટી કે વ્યક્તિ. રાહુલ ભલે અહીં કંઈ પણ કહે પરંતુ તેમના મંત્રીઓ પંજાબ, કર્ણાટક અને અન્ય વિરોધી મંત્રીઓ બધા જ જીએસટીના નિર્ણયમાં સામેલ છે.