પેટાચૂંટણીમાં આરોપ-પ્રત્યારોપનો દૌર શરૂ, વિજય રૂપાણીએ કહ્યું કોંગ્રેસના નેતાઓ દારૂ પીને ડુબકી લગાવતા હતા

rupani
Last Modified ગુરુવાર, 22 ઑક્ટોબર 2020 (22:42 IST)
ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણીને લઇને કોંગ્રેસ ભાજપના નેતાઓ પુરજોશમાં પ્રચારમાં જોડાઇ ગયા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ પ્રત્યારોપનો દૌર શરૂ થઇ ચૂક્યો છે. ત્યારે આજે અબડાસામાં ચૂંટણી દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના નેતાઓ પર કોરોનાકાળમાં જયપુર દરમિયાન દારૂને લઇ સવાલ ઉઠાવ્યા છે.

મુખ્યમંત્રી રૂપાણીએ જનતાને કહ્યું હતું કે જનતા કોંગ્રેસના નેતાઓને પૂછે કે કોરોનાકાળ દરમિયાન કોંગ્રેસના નેતાઓ શા માટે જયપુર ગયા હતા? સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના નેતાઓ પર દારૂ પીને જપયુપરના રિસોર્ટમાં સ્વિમીંગ પૂલમાં ડૂબકી લગાવતા હોવાનો આરોપ લગાવ્યો છે. તો બીજી તરફ CM રૂપાણીએ પ્રજાને ઘણા વાયદા કર્યા છે. કચ્છનો સવાયો વિકાસ થશે એ મારી જવાબદારી છે. તમે મતદાન કરો, પછીના દિવસોમાં અમે કામ કરીશું.

મુખ્યમંત્રીએ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ તુટી રહી છે.
તેમણે કહ્યું હતુ કે અમિત ચાવડાની કાર્યપદ્ધતિથી ધારાસભ્યો નારાજ હતા. નારાજ ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. ખેડૂતોને હવે દિવસે વીજળી મળશે. ભૂકંપ પછી કચ્છના વિકાસમાં સરકાર કટિબદ્ધ છે. કોંગ્રેસે 70 વર્ષથી નર્મદા યોજના પુરી ન કરી શકે જે ભાજપે પૂરી કરી.

પ્રદ્યુમનસિંહ જાડેજાએ ક્યારેય રાજકારણ કર્યું નથી. પ્રદ્યુમનસિંહ હંમેશા પ્રજાના પ્રશ્નો લઈ અમારી પાસે આવતા રહ્યા છે. ભાજપ સરકાર ગરીબો માટે કામ કરે છે. મુશ્કેલીના સમયે કોંગ્રેસના નેતા રિસોર્ટમાં જલસા કરતા હતા. દરિયાનું ખારું પાણી મીઠુ કરવા કચ્છમાં પ્રોજેક્ટ બનશે.
મુખ્યમંત્રી રૂપાણીના નિવેદનને લઇને અમિત ચાવડાનું કહ્યું હતું કે જનતામાં આક્રોશ છે અને જનતાનું કહેવુ છે કે અમારા મતને વેચનારાને અમે સબક શિખવાડીશું અને
3 નવેમ્બરે જનતા મતથી જવાબ આપશે.


આ પણ વાંચો :