શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 30 સપ્ટેમ્બર 2020 (13:12 IST)

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી: કોંગ્રેસ સંભવિત ઉમેદવારોની યાદીને આપી રહી છે અંતિમરૂપ

ચૂંટણી કમિશ્નરે ગુજરાત વિધાનસભાની આઠ સીટો માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. તારીખોની જાહેરાત બાદથી ગુજરાતમાં રાજકીય પારો આસમાને પહોંચી ગયો છે. ભાજપ એકતરફ તમામ સીટો પર જીતવાનો દાવો કરી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસ પણ પોતાની આ તમામ સીટોને બચાવવા માટે ચૂંટણીની રણનીતિ બનાવી રહી છે. તારીખોની જાહેરાત બાદ ગુજરાત કોંગ્રેસ ઓફિસમાં બેઠકોનો દૌર શરૂ થઇ ગયો છે. 
 
કોંગ્રેસ સંભવિત ઉમેદવારોની યાદીને આપી રહી છે અંતિમરૂપ
આ બેઠકમાં પર્યવેક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટને તપાસ્યા બાદ પ્રસ્તુત કરવામાં આવશે. આ રિપોર્ટના આધારે જ કોંગ્રેસ પોતાના સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરશે બુધવારે દિલ્હી સ્થિત સંસદીય બોર્ડ સમક્ષ પોતાનો રિપોર્ટ રજૂ કરશે. 
 
માર્ચમાં 5 અને એ પછી ત્રણ ધારાસભ્ય મળીને કોંગ્રેસના કુલ 8 ધારાસભ્યે રાજ્યસભાની ચૂંટણી પહેલાં રાજીનામાં આપ્યાં હતાં, જેને પગલે આ બેઠકો ખાલી પડી હતી. ગુજરાતમાં કોરોના મહામારીને વધતા જતા આતંકના લીધે આ સીટો પર પેટાચૂંટણી સ્થગિત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમછતાં રાજકીય પક્ષોએ સંભાવનાઓને જોતાં પોતાના સુપરવાઇઝર અને પ્રભારીઓની નિયુક્તિ કરી હતી. 
 
આ સુપરવાઇઝરો અને પ્રભારીએ સ્થાનિક કાર્યકર્તા, નેતાઓ સાથે-સાથે અન્ય વર્ગના લોકો સાથે બેઠકો કરી ત્યાંના લોકોને સમજવાનો પ્રયત્ન કર્યો હતો અને તેના આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અએન વિપક્ષના નેતા પરેશ ધાનાણી, કાર્યવાહક અધ્યક્ષ હાર્દિક પટેલની હાજરીમાં બેઠકોનો દૌર શરૂ થઇ ગયો છે. 
 
આ બેઠકોમાં સુપરવાઇઝરોના રિપોર્ટ પર ચર્ચા કર્યા બાદ સંભવિત  ઉમેદવારોની એક યાદી તૈયાર કરવામાં આવશે અને રિપોર્ટ દિલ્હીમાં સંસદીય બોર્ડને મોકલવામાં આવશે. જ્યાંથી જ ઉમેદવારોની યાદીની જાહેરાત કરવામાં આવશે. ઉમેદવારોની યાદીને આવતીકાલે અંતિમરૂપ આપીને સંસદીય બોર્ડને મોકલવામાં આવશે. 
 
કોંગ્રે આઠ સીટોમાંથી શૈલેશ પરમાર, હાર્દિક પટેલને ગઠડાના સુપરવાઇઝર, અબડાસા માટે સીજે ચાવડા, મોરબી અર્જુન મોઢવાડિયા, કરજણ સિદ્ધાર્થ પટેલ, કપરાડા તુષાર ચૌધરી, ડાંગ ગૌરવ પાંડ્ય અને અનંત પટેલ, લિંબડી રાજૂ પરમારના રૂપમાં નિરીક્ષક નિયુક્ત કરવામાં આવ્યા છે.