શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 29 સપ્ટેમ્બર 2020 (17:50 IST)

Hathras - જીભ કપાયા પછી પણ દુષ્કર્મ પીડિતાની નિવેદન નોંધાવવાની કોશિશ જોઈને પોલીસની આંખમાં પણ આવી ગયા આંસુ

હવસખોરોની દરિંદગીનો શિકાર થયા પછી છેલ્લા બે અઠવાડિયાથી જીંદગી અને મોત વચ્ચે ઝૂલી રહેલ હાથરસના ચંદપા ક્ષેત્રની અનુસૂચિત જાતિની દિકરીએ આજે (29 સપ્ટેમ્બર) દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. પીડિતા 14 સપ્ટેમ્બરના રોજ સામુહિક દુષ્કર્મનો શિકાર થઈ હતી અને સોમવારે તબિયત બગડતા તેને અલીગઢથી સફદરજંગ  હોસ્પિટલમાં રેફર કરવામાં આવી હતી.   આરોપીઓએ એ માસુમ સાથે દુષ્કર્મ કરવા ઉપરાંત તેની ગરદન  પણ તોડી હતી અને તેની જીભ પણ કાપી હતી.   ત્યારબાદ પીડિતા માટે પોલીસ સામે પોતાનુ નિવેદન આપવુ સહેલુ નહોતુ. પરંતુ બહાદુર પુત્રીએ હિમંત નહી હારી અને પોલીસને આરોપીઓ વિશે બધુ જ બતાવ્યુ.  અમારી આ સ્ટોરીમાં જાણો જીભ કપાયા પછી પણ અસહનીય દર્દ વચ્ચે પણ તેણે પોલીસને કેવી રીતે નિવેદન આપ્યુ. 
 
14 સપ્ટેમ્બરની ઘટના પછી 19 સપ્ટેમ્બરના રોજ પોલીસ જ્યારે પીડિતાનુ નિવેદન લેવા પહોંચી તો તે એટલી દહેશત અને બેહોશીની હાલતમં હતી કે પોતાની સાથે બનેલ ઘટનાની ફરિયાદ ન નોંધાવી શકી. 22 સપ્ટેમ્બરના રોજ જ્યારે પોલીસ ફરીથી જેએન મેડીકલ કોલેજ પહોચીને નિવેદન નોંધાવ્યુ. ત્યારે તે પોતાની સાથે બનેલ દરિંદગીને ખૂબ જ મુશ્કેલીથી ઈશારામાં વ્યક્ત કરી શકી.  ત્યારબાદ પોલીસે કેસમાં દુષ્કર્મની ધારાઓ વધારી અને ચાર આરોપીઓની ધરપકડ કરી જેલ મોકલ્યો.  આ તથ્યને ખુદ સીઓએ પોતાના ઉચ્ચ અધિકારીઓને મોકલે બે પેજની રિપોર્ટમાં ઉજાગર કરી છે. 
 
ચંદ્રપા ક્ષેત્રમાં બનેલ આ ઘટનાની તપાસ સીઓ સાદાબાદ સ્તરથી કરવામાં આવી રહી છે. તેમણે પોતાના ઉચ્ચાધિકારીઓને સમગ્ર પ્રકરણ પર રિપોર્ટ મોકલી છે. જેમા ઘટના પછી અત્યાર સુધી શુ શુ કરવામાં આવ્યુ તેની માહિતી આપવામાં આવી છે.  રિપોર્ટ મુજબ 14 સપ્ટેમ્બરની ઘટના પછી દિકરીને  જેએન મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી હતી.  તેની જીભ કપાયેલી હતી. અને ગરદન પણ તૂટી હતી.  તેના પર તેનુ નિવેદન નોંધવા ગઈ તો તેની હાલત જોઈએને નિવેદન લેવા ગયેલી ટીમ પણ ભાવુક થઈ ગઈ.  તે ઈશારા ઈશારામાં ખુદ પર થયેલ અત્યાચાર વિશે બતાવી શકી.  જ્યારબાદ હુમલા સાથે 20 સપ્ટેમ્બરે છેડછાડની ધારા વધારી.  બે વાર સીઓ તેનુ નિવેદન લેવા મહિલા પોલીસ કર્મચારી સાથે ગઈ ત્યારે તેની હાલત સારી નહોતી. છેવટે 22 સપ્ટેમ્બરના રોજ પીડિતા ઈશારા ઈશારામાં કંઈક બતાવી શકી જેના આધાર પર હાથરસ પોલીસે અત્યારસુધીમાં સંદીપ, રામકુમાર, લવકુશ અને રવિ નામની ચાર વ્યક્તિની ધરપકડ કરી છે. ચારેય કથિત ઉચ્ચ જાતિના છે. 
 
ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિઓ પીડિતાના ગામની જ છે અને તેમનું ઘર પણ પીડિતાના ઘરથી નજીક છે. પરિવારનો આરોપ છે કે તેઓ પહેલેથી દાદાગીરી કરતા આવ્યા છે. પીડિતાના ભાઈ અને પિતા કહે છે કે ઘટના પછી આરોપીઓ તરફથી તેમને ધમકીઓ આપવામાં આવી હતી. હવે ગામમાં પીએસી તહેનાત કરવામાં આવી છે.