શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગાંધીનગર: , બુધવાર, 30 સપ્ટેમ્બર 2020 (10:44 IST)

Gujarat By-election સીઆર પાટીલની અગ્નિ પરીક્ષા: 8 સીટો જીતવાનો દાવો, હાર્દિક કરશે સામનો?

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પેટાચૂંટણીની તારીખોની જાહેરાત બાદ મોટો દાવા કર્યો છે કે ભાજપ ત્રણ નવેમ્બરના રોજ રાજ્યમાં યોજાનારી વિધાનસભા પેટાચૂંટણીની તમામ સીટો પર સફળતા પ્રાપ્ત કરશે. 
 
તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીથી નારાજ થઇને ધારાસભ્યો પોતાની પાર્ટીને છોડી રહ્યા છે. ભાજપ આ સીટો પર સફળતા પ્રાપ્ત કરવામાટે તૈયારીઓ પુરી કરી લીધી છે. 
 
તેમને પૂછવામાં આવ્યું કે જો ભાજપ તે સીટો પર સફળતાનો દાવો કરી રહ્યા છે જે કોંગ્રેસના હાથમાં હતી. એટલા માટે તે કયા આધાર પર તે સીટોને જીતવાનો દાવો કરી રહ્યા છે. તેના જવાબમાં પાટીલે કહ્યું કે ભાજપ કાર્યકર્તા ઉત્સાહથી ભરેલા છે. પરંતુ કોંગ્રેસ સતત મળી રહેલી હારના લીધે નિરાશ છે. 
 
ભાજપના દાવાની સામે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે દાવો કર્યો કે જે સીટો પર ચૂંટણી થવાની છે તે તમામ કોંગ્રેસની છે. જે જાળવી રાખવા માટે કોંગ્રેસ આકરી મહેનત કરી રહી છે. તેમણે કહ્યું કે ભાજપની અનાડી નીતિઓના લીધે ગુજરાતના લોકો પરેશાન છે. આ પેટાચૂંટણીમાં તેનું પ્રતિબિંબ જોવા મળશે.
 
સીઆર પાટીલે કહ્યું કે ભાજપની પાસે નેતૃત્વ છે, અમારો દ્રષ્ટિકોણ ફક્ત ચૂંટણીલક્ષી નથી, પરંતુ પ્રજાલક્ષી છે અને એટલા માટે અમે વારંવાર સફળ થઇ રહ્યા છે. 
 
અમે અમારી વિકાસ નીતિના કારણે આ તમામ સીટો અપ્ર જીતનો દાવો કરી રહ્યા છીએ. તેમણે કોંગ્રેસ પર હુમલોક કરતાં કહ્યું કે કોંગ્રેસ લોકોની મુશ્કેલીઓને સ્મજશે તે પોતાના ધારાસભ્યોને પણ સંભાળશે. જનતા ભાજપના વિકાસ નીતિને જોઇ રહ્યા છે. 
 
સીઆર પાટીલનું ધ્યાન દોરવામાં આવ્યું છે કે ગત વખતે ભાજપે  ખૂબ ઓછા માર્જિનથી કપરાડા અને ડાંગ સીટો ગુમાવી હતી. તેના જવાબમાં સીઆર પાટીલે કહ્યુંક એ આ વખતે પુરી તૈયારી સાથે આ બે સીટો સાથે જ કુલ આઠ સીટો જીતીશું. ચૂંટણી પંચની આચાર સંહિતા અનુસાર પ્રચાર વર્ચુઅલ થશે. ભાજપ તેના માટે તૈયાર છે. તેમણે કહ્યું કે ભાજપ ચૂંટણી જીતવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે.