શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 29 સપ્ટેમ્બર 2020 (14:33 IST)

કિસાન બીલનો વિરોધ કરી રહેલ વિપક્ષ પર મોદીનો મોટો હુમલો, આ લોકો ન તો ખેડૂતોના છે કે ન તો જવાનોના

પીએમ નરેદ્ન્ર મોદીએ ખેડૂતોના કાયદા  (Farmers Act) નો વિરોધ કરી રહેલ વિપક્ષ પર જોરદાર હુમલો બોલ્યો છે.  પીએમે કહ્યુ કે વિપક્ષ ફક્ત વિરોધ માટે વિરોધ કરી રહ્યુ છે. તેમણે કહ્યુ કે આજે જ્યારે કેન્દ્ર ખેડૂતોને તેમના અધિકાર આપી રહ્યુ છે તો પણ લોકો વિરોધમાં ઉતરી આવ્યા છે. પીએમે કહ્યુ કે વિપક્ષે રામ મંદિર ભૂમિ પૂજનનો પણ વિરોધ કર્યો હતો. આ લોકો ન તો સૈનિકો સાથે છે કે ન તો ખેડૂતો સાથે. 
 
ચોખ્ખા પાણીને લઇ પીએમે કહ્યું કે હવે ઉત્તરાખંડમાં એક રૂપિયામાં પાણીનું કનેકશન મળી રહ્યું છે. મોદી બોલ્યા કે પહેલાં દિલ્હીમાં નિર્ણય થતા હતા પરંતુ જળ જીવન મિશનથી હવે ગામમાં જ નિર્ણયો થઇ રહ્યા છે. પીએમે કહ્યું કે વિરોધ કરનારાઓ ખેડૂતોને આઝાદ થવા દેવા માંગતા નથી, ખેડૂત જેની પૂજા કરે છે તેને જ આગ લગાવી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં MSP રહેશે અને વિપક્ષ જે દાવા કરી રહ્યું છે તે જુઠ્ઠા છે.
 
સર્જીકલ સ્ટ્રાઇકના પણ માંગ્યા હતા પુરાવા
 
પીએમે કહ્યું કે 4 વર્ષ પહેલાં આ એ સમય હતો જ્યારે દેશના જાબાંજોએ સર્જીકલ સ્ટ્રાઇક કરતા આતંકીઓના અડ્ડા નષ્ટ કરી દીધા હતા. પરંતુ આ લોકો પોતાના જાંબાજો પાસે જ સર્જીકલ સ્ટ્રાઇકના પુરાવા માંગી રહ્યા હતા. સર્જીકલ સ્ટ્રાઇકનો પણ વિરોધ કરીને આ લોકો દેશની સામે પોતાની મંશા સાફ કરી ચૂકયા છે.
 
ના ખેડૂતોની સાથે , ના જવાનોની સાથે
 
પીએમે વિપક્ષ પર પ્રહારો ચાલુ રાખ્યા અને કહ્યું આ લોકો ના તો ખેડૂતોની સાથે છે ના નવજવાનોની સાથે અને ના વીર જવાનોની સાથે. અમારી સરકારે વન રેન્ક, વન પેન્શનનો લાભ સૈનિકોને આપ્યો તો તેમણે તેનો પણ વિરોધ કર્યો.
 
રાફેલ જેટ પણ પણ તેમને મુશ્કેલી
મોદીએ કહ્યું કે વાયુસેના કહેતી રહી કે અમને આધુનિક લડાકુ વિમાન જોઇએ, પરંતુ આ લોકોએ તેની વાત પણ ના સાંભળી. અમારી સરકારે સીધા ફ્રાન્સ સરકાર પાસેથી રાફેલ લડાકુ વિમાન માટે કરાર કરી લીધો તેમને ફરીથી મુશ્કેલી થઇ. તેમણે કહ્યું કે ભારતીય વાયુસેનાની સાથે રાફેલ આવી અને તેમની તાકાત વધી તેનો પણ વિરોધ કરતા રહ્યા. પરંતુ આજે મને ખુશી છે કે રાફેલ વિમાન ભારતીય વાયુસેનાની તાકાત વધારી રહ્યું છે. અંબાલાથી લેહ સુધી તેમની ગર્જના ભારતીય જાંબાજોનો હોંસલો વધારી રહ્યું છે.