1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 15 ડિસેમ્બર 2021 (08:51 IST)

કોરોનાનું કમબેક: રાજકોટમાં નોંધાયા 5 કેસ, રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 555

ગુજરાતમાં આજે રાજ્યનાં નવા 55 કેસ નોંધાયા છે. તો રાજ્યમાં હાલ કુલ 555 એક્ટિવ કેસ છે. જ્યારે 48 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,591 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ વધીને 98.71 ટકાએ પહોંચી ચુક્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર પંથક સહિત રાજકોટમાં સંક્રમણ વધી રહ્યું છે.
 
જો રાજકોટની વાત કરવામાં આવે છે તો મંગળવારે રાજકોટમાં કેસ નોંધાયા હતા. શહેરમાં કોરોનાના કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે.  આ પાંચના દર્દીઓમાંથી 3 દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી નથી જ્યારે 2 દર્દી સુરતથી પરત ફર્યા હતા. ચાર દર્દીએ વેક્સિનના બન્ને ડોઝ લીધા છે.  રાજકોટ શહેરમાં હાલ 21 એક્ટિવ કેસ છે. ગ્રામ્યમાં 8 દર્દી સારવાર હેઠળ છે જેમાંથી 5 હોમ આઇસોલેટ છે અને 3 દર્દી હોસ્પિટલમાં દાખલ છે.
 
અત્યાર સુધી 10, 100 લોકોના મોત
બીજી તરફ જો રાજ્યના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 555 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 551 નાગરિકો સ્ટેબલ છે. 8,17,591 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે 10100 નાગરિકોનાં કોરોનાને કારણે કુલ મોત થયા છે. આજે વલસાડમાં 01 નાગરિકનું મોત નિપજ્યું છે. 
 
રાજ્યમાં કેવી કોરોના સ્થિતિ
અમદાવાદ કોર્પોરેશનમાં 14, વડોદરા કોર્પોરેશનમાં 14, જામનગર કોર્પોરેશન 6, નવસારી-રાજકોટ કોર્પોરેશન 5-5, સુરત કોર્પોરેશન 4, આણંદ, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર, કચ્છ, મોરબી, પોરબંદર અને વલસાડમાં 1-1 કેસ સામે આવ્યા છે. આ પ્રકારે કુલ 55 કેસ નોંધાયા છે. 
 
રસીકરણના મોરચે સરકાર મજબૂત
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 11ને પ્રથમ અને 1786 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 9088 અને 69436 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 31542 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 197982 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 3,09,845 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,58,66,425 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.