ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 5 ડિસેમ્બર 2020 (10:55 IST)

કોરોનાકાળમાં પરેશાન વાલીઓના બાળકોની પુરી ફી માફ કરશે 250 સ્કૂલ

સ્કૂલ સંચાલક અને વાલીઓ પરસ્પર મળીને ફી માફીના વિવાદને ઉકેલવા માંગે છે. 250 સ્કૂલોને જરૂરિયાત અનુસાર 25 થી 100 ટકા બાળકોની ફી માફ કરવાની યોજના બનાવી છે. આ માસ્ટર પ્લાનથી ગરીબ વાલીઓને ફાયદો થશે. વાલી સંગઠન હવે કોઇપણ પ્રકારના વિવાદમાં પડવા માંગતો નથી અને ના તો સરકારને વચ્ચે લાવવા માંગે છે. સ્કૂલોએ નિર્ણય લીધો છે કે જે બાળકોને ફી માફીની સખત જરૂર છે તેમની 100 ટકા ફી માફ કરવામાં આવશે. 
 
જાણકારી અનુસાર ફી વિવાદને ઉકેલવા માટે વાલી મંડળ અને રાષ્ટ્રીય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની બેઠક થઇ. જેમાં ફી માફી વિવાદને ખતમ  કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. તમને જણાવી દઇએ કે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળમાં 250 સ્કૂલ સામેલ છે, જ્યારે 600 સ્કૂલોમાં વિદ્યાર્થીઓની ફી માફ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. મંડળના સભ્યો બાળકોના ઘરે જઇને સ્થિતિ જાણશે. 
 
વાલી મંડળની વેબસાઇટ પર વાલીઓની પુરી જાણકારી આપવી પડશે. આ ઉપરાંત કેટલા ટકા ફી માફી કરવાની જરૂર છે તેનો પણ ઉલ્લેખ કરવો પડશે. વાલીઓ સૌથી પહેલાં વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે પછી વિદ્યાર્થીના સ્કૂલ અને કયા ધોરણમાં ભણે છે તેની પુરી જાણકારી આપવી પડશે. વાલીઓને કોરોનાકાળમાં થયેલા આર્થિક નુક્સાનને પણ બતાવવું પડશે. 
 
સ્કૂલ સંચાલક અને વાલીઓને મળીને એક કમિટી બનાવી છે. કમિટી વેબસાઇટમાં અપલોડ કરેલા ફોર્મની તપાસ કરશે. ત્યારબાદ વિદ્યાર્થીઓના ઘરે જઇને તપાસ કરશે.  વિદ્યાર્થી 100 ટકા ફી માફીની જરૂર છે. તો કમિટીના વેરિફિકેશનના આધારે સ્કૂલ ફી માફ કરશે. ખોટી જાણકારી આપનાર વાલીઓને રાજ્ય સરકારના નિર્દેશાનુસાર 25 ટકા ફી માફીનો લાભ મળશે.