સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 3 મે 2022 (17:25 IST)

સિટી બસ કાર અને બે બાઈકને ટક્કર મારી હોટલમાં ઘૂસી જતાં અફરાતફરી

surat city bus
આજે સુરતના દિલ્હી ગેટ સ્ટેશન વિસ્તારમાં સિટી બસ-ચાલકને ખેંચ આવતાં કાર અને બે બાઈકને ટક્કર મારી બસ હોટલમાં ઘૂસી જતાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. બસ બ્રિજ નીચેથી પસાર થઇ રહી હતી. દરમિયાન એકાએક જ આ ઘટના બનતાં લોકો આસપાસના મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા. બસ એટલી ધડાકાભેર અથડાઈ હતી કે બસમાં બેઠેલા પેસેન્જરોને પણ ઇજા થઇ હતી, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે.
 
સિટી બસ દિલ્હી ગેટ વિસ્તારમાંથી પસાર થઇ રહી હતી એ દરમિયાન ઘટના બની હતી. બસે પહેલા હોટલની બાજુમાં ઊભેલી વેગેનાર કારને ટક્કર મારી હતી. કારને પાછળના ભાગે લાગ્યા બાદ બે બાઈકને અડફેટે લઈ બસ સીધી હોટલમાં ઘૂસી ગઈ હતી. સદનસીબે અત્યારે કોઇ જાનહાનિના સમાચાર આવ્યા નથી, પરંતુ જે રીતે અકસ્માત સર્જાયો છે એ જોતાં અચૂક એક મોટી દુર્ઘટના ટળી એવું ચોક્કસ કહી શકાય છે.
 
ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઇજાગ્રસ્તોને 108 મારફત હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ જાણવા મળ્યું છે કે ડ્રાઇવર બેભાન થઈ ગયો હોવાને કારણે આ ઘટના બની છે. સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક હોવાથી બસ હવે પણ ખૂબ જ ઓછી હતી. કંડકટર સાથે વાત થયા પ્રમાણે બસમાં બેઠેલા પેસેન્જરોને કોઇ ઇજા થઇ નથી. ડ્રાઈવરને બેભાન અવસ્થામાં જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.