ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 20 નવેમ્બર 2020 (15:41 IST)

57 કલાકના કરફ્યુની જાહેરાત થતા જ લોકોને લોકડાઉનો લાગ્યો ભય, જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા લોકોની ભીડ

અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂંની જાહેરાત કરવામાં આવી છે. આ 60 કલાક દરમિયાન જીવન જરૂરિયાતની વસ્તુઓ જેમ કે દૂધ તથા દવાઓ જ મળશે. વરિષ્ઠ અધિકારી રાજીવ ગુપ્તાએ તેની જાહેરાત કરી છે.  ડો. રાજીવ ગુપ્તાએ તેની જાહેરાત કરતાં કહ્યું કે કોરોના સંક્રમણને કાબૂમાં કારવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. 
લોકડાઉનની જાહેરાત બાદ જીવન જરૂરિયાતની વસ્તુઓ જેમ કે દૂધ શાકભાજી અને કરિયાણી દુકાનો પર ભીડ જોવા મળી રહી છે. સોશિયલ ડિસ્ટસિંગના લીરેલીરા ઉડી રહ્યા છે. શાકભાજી ખરીદી કરનાર અને શાકભાજીના વેપારીઓ પણ માસ્ક પહેર્યા વિનાના જોવા મળ્યા હતા. સ્ટોક પુરો થઇ જાય તે પહેલાં લોકો જથ્થાબંધ શાકભાજી ખરીદી રહ્યા છે. 
તો બીજી તરફ કરફ્યુ દરમિયાન ટ્રાંસપોર્ટ સેવા બંધ રહેશે. જ્યારે ટ્રેનો નિયમ ટાઇમ ટેબલ અનુસાર દોડશે. વિમાની સેવા પણ તેના નિયત સમયપત્રક મુજબ આવન-જાવન કરશે. કરફ્યુ કારણે ટ્રાંસપોર્ટ બંધ હોવાના કારણે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પગપાળા જવું પડશે. 
અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળી ના તહેવારના પગલે બજારમાં મોટી સંખ્યામાં ઊમટી પડેલા લોકોના કારણે કોરોનાના કેસ વધ્યા હોવાનું લોકોનું તારણ છે. જરૂર જણાશે તો સરકાર હજુ કડક પગલાં ભરશે.