સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 2 જૂન 2023 (18:59 IST)

શું ધીરેન્દ્ર શાસ્ત્રી કરે છે વશીકરણ? બાગેશ્વર બાબાએ હિપ્નોટાઈઝ કરીને 13 હજાર પડાવ્યા, ધીરેન્દ્ર શાસ્ત્રી સામે રાજકોટ પોલીસ કમિશ્રરને અરજી

bageshwar dham sarkar
બાગેશ્વર બાબાએ હિપ્નોટાઈઝ કરીને 13 હજાર પડાવ્યા, ધીરેન્દ્ર શાસ્ત્રી સામે રાજકોટ પોલીસ કમિશ્રરને અરજી
 
આયોજકોએ બાબા સામેના આરોપો ફગાવ્યા અને આ એક બદનામ કરવાનું કાવતરૂ હોવાનું કહ્યું
 
રાજકોટઃ બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં દિવ્ય દરબાર કરી રહ્યાં છે. તેમનો આજે ત્રીજો દિવસ છે.ગઈ કાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી બાબા બાગેશ્વરના આશ્રયસ્થાને આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. તે ઉપરાંત રાજકોટનાં ભાજપનાં ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણી પણ બાબાને મળવા દોડી ગયાં હતાં. બીજી બાજુ બાબા સામે રાજકોટના હેમલ વિઠ્ઠલાણીએ પોલીસ કમિશ્નરને અરજી કરી છે. આ અરજીમાં જામનગરનાં શ્રદ્ધાળુને મંદિર નિર્માણ માટે ફાળો આપવાનું કહી હિપ્નોટાઈઝ કરી 13 હજાર પડાવ્યાનો ધીરેન્દ્ર શાસ્ત્રી પર આરોપ લગાવવામાં આપ્યો છે.
 
આયોજકોએ કહ્યુ બાબાને બદનામ કરવાનું કાવતરું
આયોજકો તરફથી આરોપોને ફગાવી દેવામાં આવ્યા હતા. અને બાબાને બદનામ કરવાનું એક કાવતરું માત્ર છે તમે કહેવામા આવ્યું હતું. પત્રકારોને સંબોધતા ભક્તિ સ્વામી કહે છે કે 'બાબા બાગેશ્વર એ અમારા સનાતન ધર્મનો સુપર હીરો છે. અને બાબા પર લગાવેલા તમામ આરોપો ખોટા છે. અરજદારે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યુ કે, મારા પર વશીકરણ કરવામાં આવ્યું હોય તેવું મને લાગ્યું હતું અને પૈસા આપ્યા બાદ મને એવું કહેવામા આવ્યું હતું કે દરબાર પત્યા પછી તમને તમારા પૈસા પરત આપી દેવામાં આવશે, જ્યારે હું પૈસા પરત લેવા ગયો હતો તો એમ કહેવામા આવ્યું કે એ તમારી ભૂલ છે કે તમારે પૈસા નહોતા આપવા. તે બાબા વિરુદ્ધ કડક પગલાં ભરાય તેવું ઈચ્છે છે.
 
બાબાએ BAPS સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યા
બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી બે દિવસીય રાજકોટની મુલાકાતે છે. તેમણે BAPS સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યા હતા.સ્વામિનારાયણ મંદિરમાં હાજર સંતોએ ધીરેન્દ્ર શાસ્ત્રીનું ફૂલહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું. ગત રોજ સાંજે રેસકોર્ષના મેદાનમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાયો હતો. આ દરમિયાન બાબાએ પ્રવચન આપતા કહ્યું હતું કે બપોરે 2 થી 5 રાજકોટમાં શ્વાન પણ બહાર નીકળતું નથી. મને રાજકોટ ગમી ગયું છે. દુનિયાએ રાજકોટવાસીઓ પાસેથી જીવન જીવતાં શીખવું જોઈએ. બાબાએ દિવ્ય દરબાર ખાતે નારો આપી હુંકાર કર્યો કે ખૂન હમારા ગરમ હૈ ક્યોંકિ હમ ગરમ હૈ પાગલો તમને ગર્વ થવો જોઈએ કે તમે હિન્દુ છો. તમે સનાતની છો.