રઈસ ફિલ્મના પ્રમોશન કેસમાં શાહરુખ હાજર થાઓ, વડોદરા રેલવે પોલીસનું સમન્સ
ફિલ્મના પ્રમોશન માટે રેલવે ટ્રેનમાં મુસાફરી દરમિયાન વડોદરા રેલવે સ્ટેશને બોલિવુડ સ્ટાર શાહરૂખખાનને જોવા માટે અંધાધૂંધી સર્જાતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. ઘટનામાં વડોદરાના યુવાને કરેલી અરજીના સંદર્ભે કોર્ટે રેલવે ડીવાયએસપીને 45 દિવસમાં તપાસ કરી તેનો રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો હતો.
રેલવે પોલીસે શાહરૂખ અને એકસેલ એન્ટરટેઇનમેન્ટના સંચાલકને એક અઠવાડિયામાં નિવેદન માટે તેડુ મોકલ્યું છે. વડોદરા શહેરના સમા રોડ પર રહેતા જિતેન્દ્ર સોલંકીએ એડવોકેટ જુનેદ એલ.સૈયદ મારફતે કોર્ટમાં ફરિયાદ કરી હતી કે, ગત 23 જાન્યુઆરીએ ફિલ્મના પ્રમોશન માટે શાહરૂખખાને વડોદરા રેલવે સ્ટેશન ખાતે ટ્રેનના દરવાજા પાસે આવી બૉલ અને ભેટ સોગાદ ફેંકતાં ભારે અંધાધૂંધી સર્જાઇ હતી. જેમાં હાથીખાનાના ફરીદખાનનું મોત થયું હતું. જેની તપાસ થવી જોઇએ. ઘટના સંદર્ભે કોર્ટે 45 દિવસમાં તપાસ કરી કોર્ટને રિપોર્ટ રજૂ કરવા માટે ડીવાયએસપી તરુણ બારોટને આદેશ કર્યો હતો. શાહરૂખખાન અને એક્સેલ એન્ટરટેઇનમેન્ટ કંપનીના સંચાલકને નિવેદન માટે સમન્સ પાઠવ્યું છે.