શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 24 ડિસેમ્બર 2021 (14:02 IST)

Video વડોદરામાં કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ, બાળકો સહિત અનેક કામદારો ઇજાગ્રસ્ત

વડોદરા શહેરની મકરપુરાની GIDCની કેન્ટોન લેબોરેટરીઝમાં પ્રચંડ બ્લાસ્ટ થયો છે. જેમાં બાળકો સહિત અનેક કામદારો ઘાયલ થયા છે. બ્લાસ્ટને પગલે કંપનીમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.



ઇજાગ્રસ્તોને લઇ જવા એમ્બ્યુલન્સ નહીં પહોંચતા કામદારો સહિત બાળકો જમીન પર પડી રહ્યા હતા. કેન્ટોન લેબોરેટરીઝ કંપની પરિસરમાં કામદારોના રહેવા માટે વસાહત બનાવવામાં આવી હતી. વાસહતની બિલકુલ નજીક જ બોઇલર ફાટ્યું હતું. જેમાં કામદારોના નાના બાળકો સહિત પરિવારજનો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે, આસપાસના ઉદ્યોગો હચમચી ઉઠ્યા હતા અને દોઢ કિલોમીટર સુધી બિલ્ડિંગોના કાચ તૂટ્યા હતા. આ ઉપરાંત પોલીસ અને 108 એમ્બ્યુલન્સ પણ સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પહેલા પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજિતનગર ખાતે ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીના MPI-1 પ્લાન્ટમાં 16 ડિસેમ્બરના રોજ સવારે પ્રચંડ બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. આ ઘટનામાં 7 લોકોના મોત થયા હતા. આ ઉપરાંત 20 કામદારો ઇજાગ્રસ્ત થયા હતા. ઘોઘંબાની જીએફએલકંપનીમાં દુર્ઘટનાને પગલે 10 કિલોમીટર વિસ્તારના ગામલોકોમાં ફફડાટ ફેલાયો હતો.