ગાંધીનગરમાં હિટ એંડ રનની ઘટનામાં 2 ના મોત,સામે આવ્યો ખતરનાક વીડિયો
Gandhinagar Hit and Run Case: ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં ફરી એકવાર ગતિનો કહેર સામે આવ્યો છે. ગાંધીનગરના રાંદેસણ નજીક બનેલી એક મોટી હિટ એન્ડ રનની ઘટનામાં બે લોકોના મોત થયા છે. ગાંધીનગરના મેયરના જણાવ્યા અનુસાર, મૃત્યુઆંક વધુ વધી શકે છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે એક ઝડપી ગતિએ આવતી કારે અનેક લોકોને ટક્કર મારી દીધી.
પ્રાપ્ત માહિતી અનુસાર, GJ 18 EE 7887 નંબરની ટાટા સફારી કારના ચાલકે ફુલસ્પીડમાં કાર હંકારતાં રસ્તા પર ચાલતા લોકો અને વાહનચાલકોને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં ચાર લોકોનાં મોત થયાં છે, જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કાર હિતેશ વિનુભાઇ પટેલના નામે નોંધાયેલી છે અને અકસ્માત સર્જનાર પણ તે જ હોવાનું સામે આવ્યું છે.
મૃતકના નામ
હંસાબેન રોહિતકુમાર વાઘેલા (ઉં.વ.56)
નીતિનભાઈ પ્રતાપભાઈ વીલર (ઉં.વ.63)
સિવિલમાં સારવાર હેઠળ
કામિનીબેન બીપિનભાઈ ઓઝા (ઉં.વ.65)
SMVSમાં સારવાર હેઠળ
બીપિનભાઈ ઓઝા (ઉં.વ.75)
મયૂરભાઈ જોષી (ઉં.વ.65)