1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. gandhinagar kudasan construction site crane collapse rescue

ગાંઘીનગરમાં નિર્માણાધીન બિલ્ડીંગમાં દુર્ઘટના,કન્સ્ટ્રક્શન સાઈટ પર ક્રેન પડતા 10થી 15 જેટલા શ્રમિકો દબાયા

kudasan construction site
kudasan construction site
ગાંધીનગર નજીક આવેલા કુડાસણ વિસ્તારમાં એક નિર્માણાધીન બિલ્ડિંગની સાઇટ પર અચાનક મહાકાય ક્રેઈન ધડાકાભેર તૂટી પડતાં ભારે અફરાતફરી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ ચાલુ હતું તે જ સમયે આ દુર્ઘટના ઘટી હતી, જેના કારણે નીચે કામ કરી રહેલા આશરે 10થી 15 જેટલા શ્રમિકો ક્રેનના વજનદાર ભાગો અને કાટમાળ નીચે દબાઈ ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
 
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો અને ફાયર બ્રિગેડની 4થી વધુ ગાડીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. કાટમાળ નીચે દબાયેલા શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી માટે અન્ય ક્રેનની મદદ લેવામાં આવી રહી છે, તેમજ ઇજાગ્રસ્તોને ત્વરિત હોસ્પિટલ પહોંચાડવા માટે ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ પણ તૈનાત કરી દેવાઈ છે.
આગળનો લેખ
કેન્દ્રીય મંત્રી આઠવલેએ ગરબામાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની VHPની માંગનો વિરોધ કર્યો અને તેનું કારણ સમજાવ્યું.