ગુજરાતમાં કોરોના કંટ્રોલમાં, બીજી લહેર ઝડપથી વિદાય તરફ, આજે નવા કેસ 778 નોંધાયા, 11 લોકોનાં મોત

corona case
Last Modified સોમવાર, 7 જૂન 2021 (22:25 IST)
કોરોના મહામારીમાં ગુજરાતને રાજ્યના સ્થાપના દિવસથી જ રાહત શરૂ થઈ છે. 13 માર્ચ બાદ 87 દિવસ એટલે કે 3 મહિના 775 આસપાસ નવા કેસ નોંધાયા છે અને પહેલીવાર 24 કલાકમાં 778 નવા કેસ નોંધાયા છે. જ્યારે 59 દિવસ બાદ 2 હજાર 613 દર્દી સાજા થયા છે. અગાઉ 10 એપ્રિલે 2 હજાર 525 દર્દી સાજા થયા હતા. દૈનિક મૃત્યુઆંક 11 થયો છે. આ અગાઉ 67 દિવસ પહેલા એટલે કે 2 એપ્રિલે 11 દર્દીના મોત થયા હતા.

20 દિવસ અગાઉ 11 મેના રોજ અમદાવાદમાં જ આટલા મોત નોંધાયા હતા.આમ રાજ્યમાં સતત 34મા દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 96.80 ટકા થયો છે. રાજ્યમાં હવે અમદાવાદ અને વડોદરા શહેરમાં જ ત્રિપલ ડિજિટમાં નવા કેસ નોંધાઈ રહ્યા છે.રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 17 હજાર 12ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 9 હજાર 944 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 7 લાખ 90 હજાર 906 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16 હજાર 162 એક્ટિવ કેસ છે, જેમાંથી 363 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે હજાર 15 હજાર 799 દર્દીની હાલત સ્થિર છે.


આ પણ વાંચો :