શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 2 એપ્રિલ 2020 (14:15 IST)

લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવા વકફ બોર્ડના ટ્રસ્ટીઓ/સંસ્થાઓ તથા અન્ય સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓને કરાઇ અપીલ

“કોરોના વાઇરસ” મહામારી થી સમગ્ર વિશ્વ ત્રસ્ત છે ત્યારે ભારત દેશ અને ગુજરાત રાજ્ય પણ તેમાંથી બાકાત નથી . આ આફતમા થી પ્રજાજનો ને ઉગારવા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટી તંત્ર અથાગ પ્રયત્નો કરી રહ્યુ છે . કોરોના વાઇરસ નો કહેર સર્વત્ર છે ત્યારે પિડિત લોકોને મોતના મુખમાંથી બચાવવા અને અન્ય પ્રજાજનોને પણ સંક્રમિત થવામા થી ઉગારવા માટે સરકારનું આરોગ્ય વિભાગ અથાગ પ્રયત્નો કરી રહ્યું છે તેવા સંજોગોમાં સરકારની પડખે ઉભા રહી આ સેવાકાર્ય મા સહભાગી થવુ તે આપણા સૌની ફરજ બને છે .
 
રાજય સરકાર  દ્વારા જાહેર કરવામાં આવેલ લોક ડાઉન ના સમય મા અગત્ય ના કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અને અન્ય ને પણ ઘરની બહાર ન નીકળવા દેવા અને આપવામાં આવતી દરેક સુચનાઓ નુ ચુસ્તપણે પાલન કરવા / કરાવવા સો ટ્રસ્ટીઓ અને મુતવલ્લીશ્રીઓને ગુજરાત રાજ્ય વકફ બોર્ડના અધ્યક્ષ અને સમગ્ર સદસ્યો દ્વારા વિનંતી કરવામાં આવી છે.
 
આ આપત્તિ ના સમયમાં રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્ય ને “ લોક ડાઉન ” કરેલ છે . તેવા સંજોગોમાં ગુજરાત રાજ્ય વફ બોર્ડ મા નોધાયેલ વક્લ ટ્રસ્ટી સંસ્થાઓ તથા અન્ય સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ધંધા રોજગાર વગર ના થઇ ગયેલ ગરીબ અને લાચાર શ્રમિક વર્ગ ને નાત - જાતના ભેદભાવ વિના માનવતા ના ધોરણે યથા શક્તી અનુસાર સહાય રુપ થવા અનાજ - કરિયાણ તથા જીવન જરૂરીયાત ની અન્ય સામગ્રીની એક કીટ બનાવી વિતરણ કરવા / કરાવવા ગુજરાત વર્ફ બોર્ડના દ્વારા અપીલ પણ કરાઈ છે.  દેશ મા આવી પડેલ આ આપત્તિ ના સમયમાં સરકાર સાથે ખભે - ખભો મિલાવી માનવ સેવાસેતુના આ મહાઅભિયાન ના સહભાગી બનવા પણ અપીલ કરાઈ છે.