1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Gujarat High Court on Chinese thread

ચાઈનીઝ દોરી અને તુક્કલ સામે ગુજરાત હાઇકોર્ટની લાલ આંખ, પોલીસને આપ્યા કડક આદેશ

chinese dori and tukkal
ગુજરાત હાઈકોર્ટે  આગામી ઉત્તરાયણ  પર્વને ધ્યાનમાં રાખીને પ્રતિબંધિત પતંગ દોરીઓના વેચાણ, ઉત્પાદન અને સંગ્રહ સામે કડક અમલવારીના આદેશ આપ્યા છે. આવી વસ્તુઓના કારણે લોકોના જીવને જોખમ ઊભું થતું હોવાથી હાઇકોર્ટએ રાજ્યભરની પોલીસને સ્પષ્ટ અને કડક આદેશો આપ્યા છે. હાઇકોર્ટએ તમામ જિલ્લાના પોલીસવડાઓને જાહેર નિર્દેશ આપીને કહ્યું છે કે, પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ, સંગ્રહ અથવા ઉપયોગ કરનાર સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે સાથે, આવી કાર્યવાહી અંગે રોજિંદો એટલે કે ડે-ટુ-ડે રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
 
સરકારે ઉત્તરાયણ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે, જેમાં માત્ર સુરક્ષિત દોરીઓના વેચાણની મંજૂરી છે. કોર્ટે દરેક જિલ્લા પોલીસ અધિક્ષકો અને સંબંધિત અધિકારીઓને દૈનિક રિપોર્ટ સબમિટ કરવાના નિર્દેશ આપ્યા છે.
 
આ આદેશથી માનવજીવન, પક્ષીઓ અને પ્રાણીઓની સુરક્ષા સુનિશ્ચિત થશે, કારણ કે આવી દોરીઓથી અકસ્માતો અને ઈજાઓ વધે છે. ઉત્તરાયણનો આનંદ માણતી વખતે નાગરિકોએ પણ આ નિયમોનું પાલન કરવું જરૂરી છે.
આગળનો લેખ
ઉત્તર પ્રદેશમાં SIR નું કામ પુરૂ, 2.89 કરોડ મતદારોના નામ કપાયા, 9.57 લાખ મતદારોએ જમા નથી કર્યા ફોર્મ, જુઓ સંપૂર્ણ આંકડા