સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 28 માર્ચ 2020 (16:40 IST)

Corona- ગુજરાતમાં કોરોના પોઝિટિવ નવા છ કેસ, રાજ્ય માટે ચિંતાજનક સમાચાર

ગુજરાતમાં કોરોના પોઝિટિવ નવા છ કેસ, કુલ કેસનો આંકડો પહોંચ્યો 53 પર રાજ્ય માટે ચિંતાજનક સમાચાર છે. 
 
હાલમાં ગુજરાતમાં 53 પર સંખ્યા પહોંચી છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં 18, રાજકોટમાં 8, વડોદરામાં 8 કેસ, સુરતમાં 7 અને ગાંધીનગરમાં 7 કેસ નોંધાયા છે, ભાવનગર અને કચ્છ. આરોગ્ય સચિવ જયંતિ રવિનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે, ગુજરાતીઓને લોકડાઉનનો વ્યવસ્થિત અમલ કરવાની ખાસ જરૂર છે. આજથી ઈન્ક્યુબેશન પીરિયડ્સ ચાલુ હોવાથી કેસ વધવાની પુરી શક્યતા છે.
 
જયંતિ રવિએ આગળ વાત કરી કે, હજુ 5 એપ્રિલ સુધી કેસ વધવાની પુરી સંભાવના છે. હાલમાં 993 સેમ્પલમાંથી 938 નેગેટિવ આવ્યા છે જે એક સારા સમાચાર પણ છે. 8000થી વધુ વેન્ટિલેટર્સ હાલ ઉપલબ્ધ છે.