સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 11 ઑગસ્ટ 2017 (16:03 IST)

અમેરિકાના દંપત્તિએ રાજકોટની દિવ્યાંગ બાળાને લીધી દત્તક

રાજકોટની 10 માસની અનાથ દિવ્યાંગ બાળાને માતા પિતા દ્વારા હોસ્પિટલમાં જ ત્યજી દીધા બાદ તેને રાજકોટના કાઠીયાવાડ બાલાશ્રમમાં રાખવામાં આવી હતી. કોણ જાણે ભગવાન ક્યા સ્વરૂપે આવે, તરછોડાયેલી દિવ્યાંગ બાળાને માટે અમેરિકાથી એક દંપત્તિ ભગવાનનું સ્વરૂપ લઈને આવ્યા છે. અમેરિકાના દંપત્તિએ બાળાને દત્તક લેવાનો નિર્ણય કરતાં બાળાના જીવનમાં ઉજાશ ફેલાયો છે. મળતી માહિતી મુજબ રાજકોટના કાઠીયાવાડ બાલાશ્રમમાં 10 માસની દિવ્યાંગ બાળા દુર્વાનો ઉછેર થયો છે. અમેરિકાથી લિઝા જોસેફ અને ફિલિપ જોસેફ નામનું જોસેફ દંપત્તિ અહીં આવ્યું.

તેઓ અમેરિકામાં મિશિગન રાજ્યના જીનેન્ડમાં રહે છે. તેમણે અગાઉ ઈથોપીયાથી બાળક દત્તક લીધું હતું. તેમણે દુર્વાને દત્તક લેવાની કામગીરી મોટાભાગે ઓનલાઈન કરી હતી. પાંચ મહિના પહેલા આ બાળકીને આ દંપત્તિએ ફોટો જોઈ પસંદ કરી હતી. તે પછી તેમણે આજે કાયદાકિય કાર્યવાહીઓ પુરી કરી બાળકીનો કબજો મેળવ્યો છે. તેમણે જ્યારે બાળકીને દત્તક લીધી ત્યારે ખોડલધામ ટ્ર્સ્ટના ચેરમેન પણ ત્યાં હાજર રહ્યા હતા. હવે તેઓ દુર્વાને દત્તક લીધી છે. તેઓ દુર્વાનું નામ બદલીને ઓમેલા રાખવાના છે.